અમદાવાદમાં વિવેકાનંદ હોવાનો ડોળ કરીને પોલીસ સ્ટેશનને પોતાના બાપનું ઘર સમજીને ફાંકો મારાતા “ઈન્દુડા”ના કાળા ચિઠ્ઠા ગમે ત્યારે સામે આવે તેવો માહોલ સર્જાયો છે. દારુનો ધંધો કરતા બુટલેગરો પાસે પુંછડી પટપટાવતો “ઈન્ડુડો” ઉચ્ચ અધિકારીની ચાટી ચાટીને તમામ વહીવટ પોતા હાથમાં લઈને બેસી ગયો છે.
રુપલલનાના દલાલની જેમ વહીવટ કરતા આ ઈન્દુડાના શરુઆતની વાત કરીએ તો પહેલા તે મા બહુચરાજીના ભક્ત જેવો હતો. પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ચાટી ચાટીને તેના હાથમાં જાણે અલાદીનનો જાદુઈ ચિરાગ આવી ગયો હોય તેમ ધીમે ધીમે “ભા” બનતો ગયો. અને પછી આ “ઈન્દુડા”ની પાછળ હવા ભરાઈ ગઈ. પણ ઈન્દુને ખબર નથી કે તેની હવા કાઢનાર તેના બાપ પણ બેઠા જ છે.
એટલું જ નહીં ઈન્દુડો જાણતો નથી કે જ્યારે શેરના માથે સવા શેર મળી જાય ત્યારે ભલભલાના “ઇન્દ્રાસન” હલી જાય છે. જે નો દાખલો ભૂતકાળમાં રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારી જે ખંડણી વસૂલ કરતા હતા તેમાંથી મળી જાય છે. ઈન્દુડાને મોટો ભા બનાવી વહીવટનું ઇન્દ્રાસન જે અધિકારીઓ તેને સોંપી રહ્યા છે તે અધિકારીઓ જાણતા નથી કે આવનારા દિવસોમાં આ તેમના વહીવટદારના કારણે તેમને પણ ઘર ભેગા થવાનો વારો આવશે. અમે પણ એ કહેવત અહીં સાચી પડે તેમ છે કે ડૂબતો માણસ તણખલું શોધે પણ અહીં આ ઈન્દુડો કેટલાય ઉચ્ચ અધિકારીને લઈ ડૂબવાનો છે.