અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બોટ કરાઈ જપ્ત, તમામ બોટ અને અન્ય બોટિંગ લગતી સામગ્રી કરાઈ જપ્ત

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: દેશ વિદેશથી આવતા અમદાવાદમાં આવતા સહેલાણીઓ જે જગ્યા પર સૌથી વધુ ફરવા આવે છે તે જગ્યા એટલે અમદાવાદીનો રિવરફ્રન્ટ….

આ રિવરફ્રન્ટ પર બોટિંગ કરાવતી બોટને કોર્પોરેશન દ્વારા જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યાહૂ એન્ટરપ્રાઈઝ નામની કંપનીની બોટે નાણાં ન ચૂકવતા કોર્પોરેશને આકરૂ પગલું ભરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નાણાં ભરપાઈને લઈ કોર્પોરેશને અગાઉ બોટ કંપનીને નોટીસ પણ આપી છે.

જો સમયસર પૈસા નહી ચૂકવે તે બોટમાં બેસવા અમદાવાદીઓ તેમજ બહારથી આવતા સહેલાણીઓને હમણાં બોટમાં બેસી રિવરફ્રન્ટની મજા માણવા નહી મળે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા યાહૂ એન્ટરપ્રાઈઝને બોટ રાઈડિંગને લઇ બોટ ચલાવવાની કામગીરી સોંપવામા આવી હતી.

સરકારી નોકરી કરતા લોકો માટે ખુશખબર, PF પર વધ્યું વ્યાજ દર, 3 વર્ષમાં સૌથી વધુ વ્યાજ દર! જાણો વિગત

વેલેન્ટાઈન ડે પહેલા સારા સમાચાર! સોના અને ચાંદીના ભાવમાં એકાએક ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

અધધ… સતત ક્રૂડ ઓઈલમાં ઉછાળો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો તમારા શહેરોમાં ભાવમાં કેટલો વધારો થયો?

પરંતુ યાહૂ એન્ટરપ્રાઈઝે કોર્પોરેશનને બોટને લઈ નાણાં ન ચૂકવતા કોર્પોરેશ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તો કોર્પોરેશને બોટની સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.


Share this Article