ભાવિન પટેલ ( અમદાવાદ)
અમદાવાદ, આજે વહેલી સવારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કરણી સેનાના પ્રમુખના ઘરમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. એસીનું કંપ્રેશન ફાટતા આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી.આ બનાવમાં એસીનું કંપ્રેશન ફાટતા આખા ઘરમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એસીના કંપ્રેશમાં બ્લાસ્ટ થતા પરિવાર ઘરની બહાર નીકળી જતા ત્રણ સભ્યોના જીવ બચી ગયો છે. જો કે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર અવાર નવાર આગના બનાવો સામે આવતા રહે છે ત્યારે અમદાવાદનાં નવા નરોળા વિસ્તારમાં ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠી
હોવાના સમાચાર મળી રહ્યા છે, નવા નરોળા વિસ્તારમાં મહર્ષિ સ્કૂલની બાજુમાં આવેલ વૃંદાવન રેસિડેન્સીની અંદર 5માં માળે આગ ભભૂકી ઉઠી, સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ એસીનું કંપ્રેશન ફાટતા આખા ઘરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી, આગ લાગવાના સમયે હાજર ઘરનો પરિવાર ઘરની બહાર દોડી આવ્યો. અચાનક ધડાકા ભેર બ્લાસ્ટની સાથે આગ ભભૂકતા આજુબાજુના લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા, બ્લાસ્ટ સાથે આગ ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ જાનહાનિની કોઈ માહિતી મળી રહી નથી, પરંતુ સદનસીબે ઘરમાં હાજર ત્રણ સભ્યોનો આબાદ બચાવ થતો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ નિકોલ ફાયર સ્ટેશન અને નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ફાયર ફાયટરે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે પહેલા જ આગને બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગનાર ઘરના વ્યક્તિ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત હોવાનું જાણવા મળી રહ્યું છે, જો કે આ ઘટનામાં હજુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાની માહિતી મળી રહી નથી,પરંતુ આગ એટલિ વિશાળ હતી કે સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ હતી.