હર્ષ બારોટ: આજે આખા દેશમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ ચર્ચમાં ઉજવણી કરવામાં આવી હતી અને અનેક સેવાના કામો પણ થયા હતા. રવિવારે નાતાલના નવા વર્ષની શુભેચ્છા પાઠવવાં અને ઈસુખ્રિસ્તના જન્મની યાદમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ક્રિસમસ યાત્રા યોજવામાં આવી હતી. જેનો હેતુ દેશ અને વિશ્વના લોકોનું આવનારુ વર્ષ શાંતિ અને સમૃદ્ધિથી વિતે એવોો હતો. એજ સાથે કાર્મેલ મેથોડસ્ટ, સી.એન.આઈ. સેન્ટ જ્યોર્જ જેવા ચર્ચમાં ગરીબ તેમજ જરુરિયાત મંદ લોકોની મદદ કરવા માટે અલગ-અલગ કાર્યક્રમ પર યોજવામાં આવ્યા હતાં.
કાર્મેલ મેથોડસ્ટ ચર્ચ
અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા કાર્મેલ મેથોડસ્ટ ચર્ચમાં રવિવાર રાત્રે ચર્ચથી સિંધોઈનગર સુઘી ક્રિસમસ રેલી યોજવામાં આવી હતી. મેથોડસ્ટ ચર્ચના ફાઘર રેવ કેતનનાં મતે તેમને પોતાના ચર્ચના બાળકો પાસે જુદી-જુદી વસ્તુઓ બનાવાનુ કામ કરાવે છે અને તે વસ્તુઓ ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને ભેટ આપે છે.
ફાઘર કેતનની જાણકારી મુજબ ઈસુખ્રિસ્તના જન્મની યાદમાં ચર્ચની અંદર પ્રાર્થના સંમારભ, ભજન, તેમજ આજના યુવાનોને સાચા બોધ આપતા કાર્યક્રમ કરવામાં આવે છે. એની સાથે ગરીબ લોકોને કપડા , અનાજ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ પર આપીને નાતાલની ઉજવણી કરે છે. ફાઘર કેતન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ચર્ચમાં ગરબાનુ પર આયોંજન કરવામાં આવે છે. તેની સાથે આવતુ વર્ષ દુનિયાના દરેક લોકોનુ શાંતિ અને સમૃદ્ધિથી વિતે તેવી પાર્થોના કરે છે.
સી.એન.આઈ. ચર્ચ
શહેરના હેરિટેજમાં જે ચર્ચનો સમાવેશ થાય છે એવા સી.એન.આઈ ચર્ચમાં રવિવારે ક્રિસમસ કેન્ડલ સરઘસ રુટ યોજવામાં આવ્યો હતો. જે વિકટોરિયા ગાર્ડનથી લઈને લાલ દરવાજા , ભદ્ર , રાયખંડ ચાર રસ્તાથી સી.એન.આઈ.ચર્ચ સુધી કરવામાં અવ્યો હતો. ફાધર રેવ.આથૅર રજવાડીની જાણકારી મુજબ તેમને પોતાના ચર્ચમાં 1 ડિસેમ્બરથી દુનિયાના લોકોની શાંતિ માટે રોજ બાર કલાક પ્રાર્થના કરાવે છે એની સાથે ગરીબ બાળકોની કુંટુબો અને વિધવા સ્ત્રીઓને અનાજ-પાણી તેમજ જુદી-જુદી વસ્તુઓની કીટ આપે છે. આ કાર્યેકમોની સાથે ખાસ 24થી 31 સુધી ભજનનુ પર આયોજન કરે છે. આ કાર્યક્રમમાં તેમના ચર્ચના નહી પરંતુ બીજા લોકોને પર ભાગીદાર બને તે માટે ફાધર આથૅર સંપુર્ણ પ્રયત્ન કરે છે. એની સાથે ચર્ચમાં દરેક લોકોને ધ્યાનમાં રાખીને ગરબા ,ભજન, પ્રાર્થના જેવા કાર્યકમો કરવામાં આવે છે.
સેન્ટ જ્યોર્જ ચર્ચ
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
સેન્ટ જ્યોર્જ ચર્ચના ફાધર સંજય માલવીયાની જાણકારી મુજબ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડા , ઠંડીમાં પહેરાય એવા સ્વેટર અને ગરમ ધાબળા દાન કરે છે. ફાધર સંજય મુજબ આ તહેવાર લોકોએ પોતાના જીવનનાં દુઃખ ભુલીને ખુશી મનાવાનો છે. ઈસુખ્રિસ્તના જન્મની યાદમાં મનાવાતા આ તહેવારમાં દરેક માણરસે ભાગ લઇને ગરીબ લોકોની મદદ કરવી જોઇએ. ફાધર સંજય લોકોને બોધ આપતા જણાવે છે કે પ્રભુએ જે વસ્તુઓ તેમને આપી છે તેનો સંતોષ માનવો જોઈએ અને જે જીવનમાં મળ્યુ નથી તેનો અફસોસ ના કરવો જોઈએ.