Ahmedabad News: ફેમિલી પ્લાનિંગ આસોસીએશન ઓફ ઈન્ડિયા (એફપીએઆઇ) એ 23મી જુલાઇના રોજ પોતાની સંસ્થા સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રથમ ભાગમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના બીજા ભાગમાં એફપીએઆઇ અમદાવાદના સ્વયંસેવકો અને સિનિયર સ્ટાફના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે શ્રી જશવંતભાઈ પટેલ, The Federation of Gujarat State Chemist and Druggist Association ના ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જીતુલભાઈ પટેલ, Gujarat State Pharmacy Council ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એફપીએઆઇએ ડાયમંડ જ્યુબિલી નિમિત્તે વર્તમાન સમયમાં ફેલાતી ગંભીર બીમારી કેન્સર અંગે જનજાગૃતિ અને HPV વેક્સિન માટેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી. સંસ્થાના જનરલ મેનેજર એન્ડ રિજીયનલ લીડ શ્રી સુરેશ મરાઠાએ જણાવ્યુ હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના સ્ટાફ અને સ્વયંસેવકોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. નેહા લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું.