સમચાાર સામે આવી રહ્યાં છે કે રાજ્યમાં ફરી એક મોટા વાવાઝોડાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે આ અંગે વાત કરી અને કહ્યું છે કે, 14થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ 12મી સુધી પડશે, જ્યારે તે પણ પછી પણ ફરી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે. તો વળી સાથે સાથે પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓ માટે હવામાનને લઇને કરવામાં આવેલી આગાહી સાવધાન કરનારી છે. આ આગાહી તહેવારોમાં ઉત્તર ભારતના પ્રવાસે જનારા લોકોને સાવધાન કરી રહી છે.
મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પ્રવાસે જનારા લોકો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરી શકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો તમે દિવાળી પર પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હવામાન વિભાગની આગાહીની પુષ્ટી સાથે પ્રવાસ કરજો. અંબાલાલ પટેલે પ્રવાસના શોખીનો માટે મોટી આગાહી કરી છે. પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓ માટે હવામાનને લઇને કરવામાં આવેલી આગાહી સાવધાન કરનારી છે.
આ સાથે જ વાત કરીએ તો દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ પડી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવે તો નવાઈની વાત નથી. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર વીજળી સાથે વરસાદની વકી છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે.