અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધૂંધળા એક્સ રે કરવામાં આવતા હોવાની ફરિયાદ આવી હતી. જાે દર્દીનો એક્સ-રે ધુંધળો આવે તો ડોક્ટર પણ કેવી રીતે દર્દીનું નિદાન કરી શકે. આ સાથે જ સિવિલ હોસ્પિટલના એક્સ-રે મશીન પર વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, જાે કોઈ ધૂંધળો એક્સ રે આપીને મોકલે તો મને સીધી ફરિયાદ કરો, જેથી જે તે વ્યક્તિ સામે પગલાં લઈ શકીએ. ડોક્ટર પણ આવા ધૂંધળા એક્સ રે ચલાવતા નથી હોતા.
ડોક્ટર રાકેશ જાેશીએ કહ્યું કે, હાલનાં સમય પ્રમાણે કન્વેન્શનલ એક્સ-રે સિવિલ હોસ્પિટલમાં થતા જ નથી. સમાચાર માધ્યમમાં ધુંધળો એક્સ-રે બતાવી, હાડકા દેખાતા નથી એવો ફોટો મૂકવામાં આવ્યો છે, એવો એક્સ રે સિવિલમાંથી આપવામાં આવ્યો હોય એવું શક્ય નથી. જે ફોટો છાપવામાં આવ્યો છે, એવા એક્સ-રે હાલ થતા જ નથી, કોઈ જૂનો ફોટો છાપ્યો હોય શકે. કોઈ એકસ રે કદાચ બગડે તો એ ફરીથી કરવામાં આવતો હોય છે. સિવિલમાંથી દર્દીને આવો એક્સ રે આપીને મોકલી દઈએ એવું શક્ય નથી. જાે કોઈ ધુંધળો એક્સ-રે આપીને મોકલે તો મને સીધી ફરિયાદ કરો, જેથી જે તે વ્યક્તિ સામે પગલાં લઈ શકીએ. ડોક્ટર પણ આવા ધૂંધળા એક્સ રે ચલાવતા નથી હોતા.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં જે મશીન જૂના છે અને ઉપયોગમાં નથી લેવાતા. એની પૂરતી કરવા હજુ નવા ૫ ડિજિટલ એક્સ-રે મશીનની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરાઈ છે. સિવિલ તરફથી સરકાર પાસેથી ઓકટોબર ૨૦૨૧માં ડિજિટલ એક્સ રે મશીનની માંગ કરાઈ હતી, જે હજુ પૂરી થઈ નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૨ એક્સ રે મશીન છે, જેમાંથી ૫ ડિજિટલ મશીન છે, બાકીના ૫ મશીન જૂના છે, જે ખાસ ઉપયોગમાં લેવાતા નથી અને બાકીના બે મશીન બંધ છે.
સિવિલ હોસ્પિટલની OPD અને ટ્રોમામાં તેમજ ય્૧ વોર્ડમાં ડિજિટલ એક્સ રે મશીન છે, એ સિવાય ૧૨૦૦ બેડમાં પણ ડિજિટલ એક્સ રે મશીન છે, જેમાંથી આવા ધૂંધળા એક્સ રે મળે એવું શક્ય જ નથી. ડોક્ટર રાકેશ જાેષીએ કહ્યુ હતુ કે, ય્૨ વોર્ડમાં બે મશીન જૂના છે, જેની જરૂર ખૂબ ઓછી પડે છે. ૫ ડિજિટલ એક્સ રે મશીનમાંથી ૩ મશીન ડોનેશન થકી સિવિલ હોસ્પિટલને મળ્યા છે, જે ટ્રોમામાં, ય્૧ વોર્ડમાં તેમજ OPD માં મૂક્યા છે. સિવિલ હોસ્પિટલ રોજ ૧૧૦૦ જેટલા એક્સ રે કાઢવામાં આવે છે, ૧૬ થી ૨૨ ઓગસ્ટ વચ્ચે માત્ર એક અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં ૭,૪૪૬ એક્સ રે કરવામાં આવ્યા છે.