હાલ આગની જેમ વાઈરલ થઈ રહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના વીડિયોની ભારે ચર્ચા છે. આ વીડિયોમાં ૬૯ વર્ષની ભરતસિંહ સાથે બંગલોમાં ઝડપાયેલી ૨૫ વર્ષીય સ્વરૂપવાન યુવતી કોણ ? તે ખુબ જ ચર્ચિત મુદ્દો બન્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ભરતસિંહના પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે પછી ગંભીર દ્રશ્યો જોવા મળ્યા હતા. જે વીડિયોમાં પણ જોઈ અને સાંભળી શકાય છે. એટલુ જ નહીં પરંતુ બન્નેએ એક કલરના ટીશર્ટ પહેર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી એક મહત્વની વાત એ પણ છે કે ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા ૬૯ વર્ષીય ભરતસિંહ સોંલકીનો યુવતી સાથેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોથી ગુજરાતમાં કોંગ્રેસની ૭૦ વર્ષની આબરૂનું ધોવાણ થઈ રહ્યું હોવાનો ગણગણાટ શરુ થઈ ગયો છે. આમ પણ તાજેતર હાર્દિક પટેલે કરેલા આક્ષેપોના લીધે ચૌ તરફથી કોંગ્રેસ સામે ફિટકાર વર્ષી રહ્યો છે. ત્યારે હવે ભરતસિંહના આ વીડિયોથી અનેક ચર્ચાઓ વહેતી બની છે.