Ahmedabad News: દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગો માટે સરસ સેવાનું કામ કરતું આવ્યું છે. ત્યારે ફરી એકવાર આવી જ સેવા કરીને સેવાની સુગંધ ફેલાવી હતી. ૯ એપ્રિલ ૨૦૨૪ ના રોજ દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ દિવ્યાંગને કૃત્રિમ પગ, ૩ દિવ્યાંગોને કેલીઅપર્સ , ૧ દિવ્યાંગને વ્હીલ ચેર, ૩ દિવ્યાંગોને પાટલા, ૪ દિવ્યાંગ અને ૧ વૃધ્ધાને અનાજ , ૨ દિવ્યાંગોને દવાઓ તથા ૩ દિવ્યાંગોને રમત ગમત શીખવા માટે શાળામાં ફી ભરીને સેવા કરવામાં આવી છે.
આખા વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદોને સાધન સહાય આપવામાં દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા અવ્વલ નંબરે રહે છે. આ કાર્યમાં ટેકો બનવા માટે દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટે મીનાક્ષીબેન, બાબુભાઇ ચુનીલાલ શાહના આશીર્વાદ અને ડો. ભૂપેશભાઇ, પ્રીન્સ, ક્ષિતિશભાઇ, શુભાંગભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.