Lok Patrika Special: આપણે માત્ર પુરુષ, સ્ત્રી અને કિન્નર.. આ 3 જાતિને જ ઓળખીએ છીએ. પરંતુ આ 3 જાતિની અંદર કેટલા પ્રકારો આવે? કેવા કેવા સંબંધો આવે અને લોકેને કેવા કેવા રિલેશન રાખવા ગમે છે એના વિશે કલ્પના પણ નથી કરી શકતા. આવો ઘણો મોટો વર્ગ છે કે જે શારીરિક સંબંધ અને પ્રાઈવેટ પાર્ટને લગતા પ્રશ્નોને લઈ ભારે મુંઝવણમાં છે. ત્યારે આજે એક એવી સંસ્થા વિશે વાત કરવી છે કે જેમણે કરોડો ગુજરાતીઓને આવા પ્રશ્નોનું નિ:શુક્લ નિવારણ કરી આપ્યું છે. આ સંસ્થા એટલે કે FAMILY PLANNIG ASSOCIATION OF INDIA (FPA INDIA). આ જ સંસ્થાની અમદાવાદ ખાતે આવેલી બ્રાન્ચ વિશે આજે તમને વિગતે વાત કરવી છે.
FPA INDIA 18 રાજયોમાં જાતીય અને પ્રજનન પર ધ્યાન કેન્દ્રિત કરતી આવશ્યક આરોગ્ય સેવાઓ પ્રઘાન કરે છે. 1949માં સ્થાપાયેલી (FPA INDIA) જાતીય અને પ્રજનન સ્વાસ્થયના ક્ષેત્રેમાં સાત દાયકાનો અનુભવ ઘરાવે છે. આ સંસ્થા ગુજરાતમાં 2 સીટી અમદાવાદ અને રાજકોટમાં ચલાવવામાં આવે છે. 1959માં અમદાવાદમાં સ્વ. પ્રભુદાસ પટવારી, સ્વ. ડો.બિહારી લાલ, સ્વ પન્નાલાલ ઝવેરી, બાબુભાઈ વાસણવાળા વ્યકિત દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આ સંસ્થા અમદાવાદમાં નંશાબંઘી કમ્પાઉન્ડ અપના બજારની સામે ભદ્ર લાલ દરવાજા પાસે આવેલી છે. FPAIમાં 90 જેટલા લોકોનો સ્ટાફ કામ કરે છે. આ 90 લોકોમાં ત્રણ પ્રકારના લોકો આવે છે. એક સેલેરી પર કામ કરે, બીજા જ્યારે જરૂર પડે ત્યારે આવે અને ત્રીજા પ્રકારના લોકો બિલકુલ સેવા આપે છે. આ સંસ્થા દરેક વર્ગના લોકોના વિકાસ માટે કામ કરે છે. નોલેજ અને એજ્યુકેશન એડવોકેસી, ટ્રેનિંગ, ક્લિનિકલ સર્વિસ સેવાઓ… વગેરે સેવાઓ આપવામાં આવે છે.
અમદાવાદની બ્રાન્ચમાં સિંહફાળો આપનાર ડોક્ટર નેહા લુહાર વાત કરતાં જણાવે છે કે અમે અલગ અલગ પ્રકારની સેવાઓમાં LGBTQAI+ પર ખાસ ભાર મૂકીએ છીએ. તો આવો સૌથી પહેલા જાણીએ કે આ LGBTQAI+ શું છે. LGBTQAI+ એટલે કોણ કોની સાથે સંબંધ રાખવાનું વધારે પંસદ કરે એના વિશે વિસ્તૃત ઓળખ આપે છે.
નેહાબેન જણાવે છે કે, જેન્ડર માત્ર 2 પ્રકાર સ્ત્રી અને પુરુષ નથી પરંતુ એના સિવાય પણ ઘણી વિવિઘતા છે. મેલ અને ફિમેલ તો એક જાતી છે. આ વર્ગ નાનો નહીં પણ બહુ મોટો વર્ગ છે. અમારી સંસ્થા 1959થી ટીમ સાથે રહીને શાળા, કોલેજ, મેડિકલ પેકટીશનર, કોમ્યુનિટી લીડર, મીડિયા, ઘાર્મિક નેતાઓ, ગવર્મેન્ટસ ઓફિસર.. વગેરે જગ્યાએ જેન્ડર સમાનતર પર કામ કરે છે. આ સાથે જ સરકારની જેટલી પણ યોજના હોય અને લાભ હોય એ વિશે લોકોને જાણકારી મળે એવી તમામ પ્રકારની મદદ કરે છે.
નેહાબેન આગળ માહિતી પ્રદાન કરે છે કે 4 પ્રકારના અત્યાચાર થતા હોય છે. કોઈ પણ વ્યકિત ઉપર શારીરિક, માનસિક, આથિર્ક, જાતીય… જેમકે આવા પ્રકારના અત્યારનું જ્યારે કોઈ સમાધાન લેવા અમારી પાસે આવે ત્યારે અમારી સંસ્થા એમને માનસિક-જાતીય અને નિર્ણય સંબઘિત સલાહ-સૂચન આપે છે. અને જરુર જણાય ત્યાં કાનૂની માર્ગદર્શન ઉપરાંત રેફરલ સેવાઓ પણ પ્રદાન કરે છે.
નેહાબેન સંસ્થાના કામ વિશે આગળ કહે છે કે, FPA INDIA યુવાનો સાથે પણ કામ કરે છે. 10 વર્ષથી લઈને 24 વર્ષના યુવાનો કે જેમાં અમારી સંસ્થાનો સ્ટાફ શાળા, કોલેજોમાં જઈને લાઈફ સ્કીલ પર જ્ઞાન આપે છે. તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરીએ છીએ. જો તેમને કોઈ પ્રશ્ન થાય તો અમારી સામે બોલી શકે એ પ્રકારને એમના મનને ખોલીએ છીએ. યુવાનોને ઉંમર અનુસાર ખાસ જાતીયતાનું શિક્ષણ આપવવામાં આવે છે, જે તેઓને માનસિક-તેમજ શારીરિક રીતે શક્ષમ અને સ્વસ્થ નાગરિક બને તે અંગેનું હોય છે.
આ સાત મુદ્દા પર જ્ઞાન અને સેવાઓ આપે છે
1.જેન્ડર આઘારિત ભેદ વિવંઘતાવ
2 જાતી આઘારિત હિસાં બચાવના ઉપાયો અટકાયત
3.માનવ અઘિકારો
4.જાતીય અને પ્રજનન આરોગ્ય
5.વાતચીત કરવાની કળા, નિર્ણય લેવાની ક્ષમતા
6.સંબંઘોની જાળવણી
7.મનોભાર અને આવેગોનું નિયમન, આનંદ
આ સંસ્થાની સેવાઓ વિશે વિગતે વાત કરીએ તો… આ સંસ્થા સમાજમાં તરછોડાયેલા સમૂહ જેવા SEX WORKERS, HIV ગ્રસ્ત વ્યકિતઓ MENTALLY & PHYSICALLY CHALLENGED, ORPHEN GROUPS, સામાજિક આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતિ સમૂહ, જેલમાં રહેલ કેદીઓ, બાળ ગુનેગારો વગેરે જેવા સમહુને પણ સેવાઓ આપે છે.
આ સિવાય આપવામાં આવતી વિભાગ પ્રમાણેની સેવાઓનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
(1)સ્ત્રીઓનો વિભાગ
• સ્ત્રીરોગનું નિદાન અને સારવાર
• કુટુંબ નિયોજન ઓપરેશન (ગ્રી/પુરૂષ) • સલામત ગર્ભપાત (૨૪ અઠવાડીયા સુધી)
• ગર્ભાશયના કેન્સરનું નિદાન
• કુટુંબ નિયોજન (નિરોધ, આંકડી, ગર્ભનિરોધક ગોળી, ડેપોપ્રોવેરા, ઈન્જેકશન ઉપલબ્ધ)
• વ્યંધત્વ નિવારણ
• ઈ. સી. પિલ્સ
• ઈમ્પલાન્ટ
(2)સલાહ, સુચન અને માર્ગદર્શન (કાઉન્સેલીંગ) વિભાગ
• ઘરેલુ હિંસા
• જાતિ આધારિત હિંસા
• જાતીય સતામણી
• કાનૂની સહાય સેવાઓ
• કિશોરાવસ્થા / યુવાનોની સમસ્યાઓનો ઉકેલ અને માર્ગદર્શન
• પૂર્વ-વૈવાહિક/પરણિત સંબંધ/અપરણિત/ અન્ય સંબંધો અંગે સલાહ-સૂચન
• માનસિક રોગ – પરામર્શ અને સારવાર, નિદાન
(3)સારવાર
• સ્ત્રી રોગની સારવાર, તાવ, ઉધરસ, ડાયાબીટીસ, કુટુંબ નિયોજન તપાસ, સલાહ અને માર્ગદર્શન, હાઈપરટેશન સલાહ, સૂચન, માર્ગદર્શન.
• જાતીયતા, જાતીગત હિંસા અને ભેદભાવ, યુવાવય અંગેના પ્રશ્નો, સંબંધોમાં મુંઝવણ, જાતીય રોગો અંગે સલાહ, સૂચન
• સ્ત્રી રોગની તપાસ અને સારવાર ગર્ભાશય અને સ્તન નિદાન તપાસ
• વધ્યત્વ નિવારણ તપાસ અને સારવાર સ્ત્રી રોગને લગતી તપાસ અને સારવાર
• સ્ત્રી નશબંધી ઓપરેશન (ટાંકાવાળું)
• સ્ત્રી નશબંધી ઓપરેશન (લેપ્રોસ્કોપી)
• ઉંઘ ન આવવી, એકાગ્રતા ન રહેવી, ચિંતા, વિકૃતિ, માનસિક તણાવ, મનોભાર, ડિપરેશન, હતાશા, આત્મહત્યાના પ્રયાસો આવવા, સલાહ, સૂચન, સારવાર અને માર્ગદર્શન
• ઘરેલુ હિંસા, માનસિક સતામણી, જાતિય સતામણી, બળાત્કાર, જાતિ, લિંગ પરિવર્તન અંગે મુંઝવણ, રિલેશનશીપ અને બ્રેકઅપ અંગેના પ્રશ્નો વિશે સલાહ, સૂચન અને માર્ગદર્શન
• દાદર, ખરજવુ, જાતિય રોગ, ખસ, ખીલ, રોગ, કોઢ, હાથપગના વાઢીયા, કોસ્મેટીક સુવિધાઓ, કેમિકલ પિલિંગ (ખીલ તથા કાળા ડાઘ માટે) ડર્મારોલર (ખીલના ડાઘા, મોઢા પરની કરચલી) પીઆરપી થેરાપી (સ્કીન તથા વાળ માટે) મેસોથેરાપી મસા કાઢવાની સારવાર પણ આપવામાં આવે છે.
તમે આ સરનામે જઈને પણ તમારા અંગત પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો
Family Planning Association of India, Ahmedabad
Nashabandhi Compound, Opp. Apana Bazar, Lal darwaja, Ahmedabad – 380 001. Tel : (079) 25507230 / 25507233
E-mail : [email protected] • [email protected]