અમદાવાદમા આજે લેવાયેલી PSIની પરિક્ષાનુ પેપર ફૂટ્યુ હોવાનો આરોપ પરિક્ષાર્થીઓ લગાવી રહ્યા છે. શહેરની ગીતા હાઈસ્કૂલના પરિક્ષાર્થીઓનુ કહેવુ છે કે પેપર બાદ તેમના કોલ લેટર અને પાછા લઈ લેવામા આવ્યા હતા અને અન્ય શાળાઓમા પેપર પાછા પરિક્ષાર્થીઓને આપવામા આવ્યા હતા. બીજી તરફ ભરતી અધ્યક્ષે જણાવ્યુ હતુ કે આ વખતે સીસીટીવી કેમેરાથી લઈને બાયો મેટ્રીક સુધી તમામ પ્રક્રિયા પર નજર રાખવામા આવી હતી અને ઇનટરનેટ દ્વારા પણ પેપર લીક થયા હોવાની કોઈ ફરિયાદ સામે આવી નથી.
આજે 96 હજાર ઉમેદવારોએ 312312 કેંદ્રમા હાજર રહીને પરિક્ષા આપી હતી. સવારે 9થી 11ના સમયમા અમદાવાદના 112, ગ્રામયના 146 અને અને ગાંધીનગરના 56 એમ કુલ 312 કેંદો પર શાંતીપુર્ણ રીતે પરિક્ષા પૂર્ણ થઈ છે.