હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં આજથી તબીબો હડતાળ પર રહેવાના છે. પોતાની માગણી ન સંતોષાય ત્યાં સુધી કોઈ જ કામ નહીં કરે એવી માહિતી સામે આવી રહી છે. વિગતો એવી પણ મળી રહી છે કે આ આંદોલનમાં સમગ્ર રાજ્યમાં એકસાથે તબીબો હડતાળ પર ઉતરશે.
આ હડતાળમાં 6 સરકારી મેડિકલ કોલેજના તબીબોની હડતાળ પગલે રેસીડેન્ટ તબીબો એક સાથે હડતાળ પર ઉતર્યા અને જેના કારણે દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઓપીડી સહિતની તમામ સેવાઓ આજથી બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારને ગઈકાલે 24 કલાકનું અલટીમેટમ આપ્યું હતું. તેમાં કોઈ નિરાકરણ ના આવતા હડતાળ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડોકટરો હડતાળ પર જતા દર્દીઓ પરેશાન થઈ જશે. જો કોઈને તાત્કાલિક સારવારની જરૂર હશે તો પણ તકલીફ વેઠવાનો વારો આવશે અને સિવિલ હોસ્પિટલ ફરી આંદોલનનું મેદાન બની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 દિવસથી સ્ટાઇપેન્ડની માંગ સાથે અન્ય તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. હવે રેસીડેન્ટ તબીબો હડતાળ પર જતા દર્દીઓની હાલાકી વધે તેવું ન થાય અને સરકાર આ લોકોનું સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે એવી સૌ કોઈને આશા છે.