ગણતંત્ર દિવસ નાં પ્રજાસત્તાક કાર્યક્રમનાં અનુસંધાનમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગ્લોબલ આંતરપ્રેન્યુરિયલ સિસ્ટમ અને વોકલ સ્ટાર ગ્રુપનાં સૌજન્યથી એક સોશિયલ વેલફેર સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં જેલના કેદીઓનાં સારવાર-મદદ અર્થે 5 વ્હીલચેરનું દાન આપનાર “શ્રીમતી સિલ્વાબેન પટેલ (શિવાલા ઇન્ફ્રાબિલ્ડનાં ચેયર પર્સન)” નું સન્માન કરવામાં આવ્યું.
જેમાં પરેશભાઈ સોલંકી, આશિષભાઈ વકીલ અને પી જે પંચાલ તમામ સરકારી ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે સાથે અન્ય કર્મચારીઓ અને બંદીઓ સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો.
જેમાં ગ્લોબલ આંતરપ્રેન્યુરિયલ સિસ્ટમ વન સોલ આર્મીનાં ફાઉન્ડર અને સીઈઓ ડો. લીના પટેલ, વોકલ સ્ટાર ગ્રુપનાં ફાઉન્ડર વિરાંચી પંચાલ અને કો-ફાઉન્ડર લકી છાબરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ લોકોને અનેક રીતે ઉપયોગી થયો હતો.
અંબાલાલ પટેલની મોટી આગાહી, ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ, જગતનો તાત રાતે પાણીએ રડશે
હવે તમે જ નક્કી કરો કોણ મુરખ?? પઠાણે બે જ દિવસમાં કમાઈ લીધા 100 કરોડ, બોલિવૂડની સૌથી મોટી ઓપનર બની!