અમદાવાદમાં નવું નજરાણું, 33 વર્ષ બાદ ફરી શરૂ કરાઈ ડબલ ડેકર બસ સેવા, જાણો ટિકિટના ભાવ, સમય અને રૂટ?

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં 33 વર્ષ બાદ આજથી ફરી એકવાર ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ શરુ કરવામાં આવી છે. શહેરના મેયર પ્રતિભા જૈને આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસને ફ્લેગ ઓફ કરી લોકો માટે ખુલ્લી મુકી છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની શરુઆત કરવામાં આવી હતી.

હજી વધુ 10થી 15 બસ મુકવાની તૈયારી

શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની શરૂઆત કરાઇ છે. અમદાવાદના રસ્તા પર આજથી સાત જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ દોડશે, જેમાં 60 જેટલા લોકો બેસી શકશે. ઉલ્લેખનીય છે કે આજથી 33 વર્ષ અગાઉ અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી. શહેરમાં 80 તેમજ 90ના દાયકામાં કેટલાક રૂટ પર ડબલ ડેકર બસો દોડતી હતી.

શું છે ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસિયત?

અમદાવાદમાં શરુ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી 3 કલાક લાગશે.

લોટ અને દાળ બાદ હવે સરકાર સસ્તા ભાવે વેચશે ચોખા, શું હશે ભાવ, ક્યાં મળશે? બધું જાણો વિગતવાર

લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુરશી કેવી રીતે બચાવી? 22 વર્ષ પહેલા તે દિવસે કેવી રીતે ઢાલ બનાવી, જાણો ઇતિહાસ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં ધનનો વરસાદ,14 બેંક સ્ટાફ દાન ગણીને થાકી ગયા

હજુ ચાર દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા AMTS બસનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરુ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ-મહિના સુધીમાં વધુ 10થી 15 એ.સી.બસ આવી જશે.


Share this Article