સફ્ફાન અન્સારી ( અમદાવાદ ): હાલમાં કોલ્ડ ડ્રિન્કનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોને બધી જ ઋતુમાં અને બધા જ ખાવાના ખોરાક સાથે જાણે કોલ્ડ ડ્રિન્ક લેવાની આદત પડી ગઈ છે. લોકો એ જાણવા છતાં બેફામ કોલ્ડ ડ્રિન્ક લઈ રહ્યા છે એ પણ નક્કર સત્ય છે. બઘા એનર્જી ડ્રિન્કમાં કેફિન આવે છે. ચા અને કોફિમાં પણ કેફિન આવે છે. જે તમને રાત્રે જગાડે એ નેસ્યુલ કેફિન હોય છે. પરંતુ આજે તમને એવા ડ્રિન્ક વિશે જણાવીશું કે જે આયુર્વેદિક છે અને સાથે જ સ્વાદમાં પણ આનંદ આપે છે. આ ડ્રિન્કનું નામ એટલે કે લવ શોટ્સ.
૩ વર્ષના સંઘર્ષ બાદ બન્યું લવ શોટ્સ
લવ શોટ્સ વિશે વાત કરીએ તો તે ૯થી૧૧ નેચરલ પ્રોડક્ટમાંથી બનાવામાં આવ્યું છે. તુલસી, બ્લેક સોલ્ટ, કડી સાગર, લેમન ગ્રાસ, લીંબુ, હળદર.. જેવી સામગ્રીથી લવ શોટ્સ તૈયાર કરવામાં આવે છે. લવ શોટ્સ બનાવતી વખતે ખુબ અડચણો આવી હતી. અમને ફાઈનલ પીણું બનાવવામાં ૩ વર્ષ લાગ્યા હતા. ત્યારબાદ બધાની પરમિશનલ લઈને ફાઈનલ લોન્ચ માટે એટલે કે કોમર્શિયલ બાર લાવવા માટે પણ ખાસ્સો સમય લાગ્યો હતો. ૭ ઓક્ટોબર ૨૦૨૨માં બધી જ બાધાઓ પુરી કરીને લોન્ચ થયું હતું
લવ શોટ્સના ઓનર મિત સંઘવીનું કહેવું છે કે બીજા પીણા પીવાથી યંગ લોકોને એવું લાગે છે કે પીવાથી એનર્જી મળે છે, પરંતુ આ વાત સાવ ખોટી છે. વઘારે કેફિન પીવાથી ડાયબીટાસ, હાર્ટ અટેક, કેન્સર એને નપુંસકતા જોવા મળે છે. પરંતુ લવ શોટ્સમાં આવો કોઈ ખતરો લોકોને નથી રહેતો. કારણ કે ટોટલી આયુર્વેદિક વસ્તુઓમાંથી આ પીણું તૈયાર કરવામાં આવ્યું છે.
ચાર વસ્તુઓની ભરપુર માત્રા લવ શોટ્સને અદ્બૂત બનાવે છે
(૧) વિટામિન-બીઃ કુદરતી રીતે બી૨, બી૩, બી૫, બી૬ અને બી૧૨ મળી આવે છે. પરંતુ આ પીણામાં બધા એકસાથે મળશે. જેનું કામ મગજ કાર્યને બૂસ્ટર બનાવી લાલ રક્ત કોશિકાઓ બનાવશે અને કુદરતી ઊર્જા પણ આપે છે. (૨) તજઃ પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમની કુદરતી સામગ્રી હૃદયના ધબકારા અને ચેતાતંત્રના કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. (૩) લીંબુ અને હળદરઃ વિટામિન સીનો કુદરતી સ્ત્રોત ઉર્જા સ્તરમાં મદદ કરે છે. (૪) સુપર ફૂડ લેમન ગ્રાસઃ ઝેર દૂર કરવામાં મદદ કરે છે. ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. ઉર્જા આપે છે અને જ્ઞાનાત્મક કાર્યોમાં સુધારો કરે છે. ફેફ્સામાં ઓક્સિજનનું પરિવહન કરવામાં પણ મદદ કરે છે.
બધાથી અલગ છે લવ શોટ્સ
મિત સંઘવી વાત કરે છે કે બધા જ કોલ્ડ ડ્રિન્કથી લવ શોટ્સ અલગ છે. કેમ કે આ પીણામાં કેમિકલ વાપરવામાં આવતું નથી. લવ શોટ્સની જર્ની એવી રહી છે કે પહેલા લાઈવ શોટ્સ નામનું પાવડર બનાવ્યું હતું જે હાલમાં એમેઝોનમાં પણ ઉપલબ્ધ છે. કોરોનામાં જે ગંભીર દર્દીઓ હતા, એવા દર્દીઓ કે જેમને ખુદને એવું લાગતું હતું કે આજે નહીં તો કાલે મૃત્યુ પામશે… એવા દર્દીઓનો જીવ આ પાઉડરથી બચી ગયો છે. આવા એક નહીં પણ અનેક દાખલાઓ છે. આવા કેસ જોઈને જ મને લવ શોટ્સ બનાવવાની પ્રેરણા મળી અને આજે આ એનર્જી ડ્રિન્ક ચારેકોર બધાને પસંદ આવી રહ્યું છે. શરીર માટે અને મન માટે બન્ને માટે આ પીણું સારું છે.
બે દેશોમાં સારામાં સારો રિસપોન્સ
૫થી લઈને ૧૦૫ વર્ષનું કોઈ પણ ઉંમરનું વ્યકિત લવ શોટ્સ બેજિજક પી શકે છે. એમેઝોન, રિલાયન્સ જિયો માર્ટ, ફ્લિપકાર્ડ વગેરે પર આ લવ શોટ્સ ઉપલબ્ધ છે. સાથે જ અમે યુએસમાં પણ લોન્ચ કર્યું છે અને હાલમાં ત્યાં પણ એમેઝોનમાંથી મંગાવી શકાય છે. લવ શોટ્સની કિંમત ભારતમાં ૧૨૫ અને યુએસમાં ૬ ડોલર રાખવામાં આવી છે. છેલ્લે મિતભાઈ એવું જણાવે છે કે મને એક વર્ષ લાગે છે કે ૧૦ વર્ષ પણ લવ શોટ્સ ૧૪૦ દેશોમાં લઈ જવું છે.