૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન પર મહિલાઓ પોતાની ફરિયાદ કરતી હોય છે. જે બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડતી હોય છે. આમ તો ૧૮૧ મહિલા હેલ્પલાઈન માટે છે. ક્યારેક મહિલાઓ દ્વારા ખોટા મેસેજ પણ કરવામાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરમાંથી સામે આવ્યો હતો. એક મહિલાએ અભયમને એવો મેસેજ આપ્યો હતો કે, તેનો પતિ આવતી જતી મહિલાઓને ખરાબ નજરે જુએ છે.
મહિલાની રજૂઆત સાંભળીને અભયમની ટીમ ઘટના સ્થળે જઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ટીમે જ્યારે તપાસ કરી તો આખો મામલો વિપરિત જાેવા મળ્યો હતો. મહિલા પોતાના પતિ પર શંકા રાખતી હોઈ તેણે આવો ખોટો મેસેજ કર્યો હતો. જે બાદ અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ અભયમની ટીમને ફોન કર્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે, મારો પતિ મારી દુકાનની બહાર બેસી રહે છે અને આવતી જતી મહિલાઓને ખરાબ નજરે જાેયા કરે છે.
જેથી તમે સમજાવવા માટે આવો. મહિલાનો આવો ફોન આવતા અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાએ પતિ અને પત્નીની પૂછપરછ હાથ ધરી હતી. પત્નીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, મારો પતિ આવતી જતી મહિલાઓ સામે ખરાબ નજરે જાેયા કરે છે. જ્યાં પણ જાય ત્યાં મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. હું કંઈ પૂછપરછ કરું તો મારી સાથે મારઝૂડ કરે છે.
મહિલાની આ રજૂઆત સાંભળીને અભયમની ટીમે પતિને બોલાવ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. ત્યારે પતિએ જણાવ્યું કે, મારી પત્નીને ખોટી શંકા રાખવાની ટેવ છે. હું નોકરી કરતો હતો તો ખોટી શંકા રાખીને મારી નોકરી છોડાવી દીધી. બાદમાં ઘરમાં જ પાનનો ગલ્લો ચલાવીને વેપાર કરવા લાગ્યો. પત્ની ઘરકામ કરવાની જગ્યાએ મારી ચોકી કરવા લાગી. અવારનવાર મારી સાથે ઝઘડો પણ કરતી રહેતી હોવાથી ગુસ્સામાં તેની સાથે મારઝૂડ કરી હતી.
મહિલા અને તેના પતિની રજૂઆત સાંભળીને અભયમની ટીમે પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં ખોટી શંકા રાખીને ઘરસંસાર ન બગાડવો જાેઈએ એવું પણ જણાવ્યું હતું. સાથે જ પતિને પણ મારઝૂડ ન કરવા જણાવી કાયદાની માહિતી આપી હતી. આખરે અભયમની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરીને આખો મામલો થાળે પાડ્યો હતો.