હાલમાં ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે. ત્યારે આજે 15 ઓગસ્ટના દિવસે અમદાવાદમાં તો મેઘરાજાએ બેટિંગ કરી નાખી છે. અમદાવાદમાં બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હાલ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં હાલ પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. હાલ પૂર્વ અમદાવાદ અને પશ્વિમ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
અમદાવાદથી વિગતો સામે આવી રહી છે કે શહેરના અનેક વિસ્તારમાં વાદળો ઘનઘોર બન્યા બાદ હાલ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં શહેરના ઇસનપુર,જશોદાનગર,વટવા,ખોખરા, ઘોડાસર, મણિનગર અને કાંકરિયામાં ધોધમાર વરસાદ ચાલુ છે. આ સાથે બોડકદેવ,વસ્ત્રાપુર,સેટેલાઇટ,એસ.જી હાઇવે, બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.