Ahmedabad News: વડોદરાની હરણી તળાવની ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સજ્જ થઈ ગયું છે. કાંકરિયા તળાવમાં લોકો બોટ રાઇડ માટે લોકો અવારનવાર આવતા હોય છે ત્યારે કોઈ અણ બનાવ ન બને તે માટે તંત્ર હવે વધુ સજ્જ થયું છે. સામાન્ય રીતે કાંકરિયા તળાવમાં બોટ રાઇડ માટે લોકોને લાઈફ જેકેટ આપવામાં આવે હોય છે, પરંતુ વડોદરાની ઘટના બાદ તંત્રએ વધુ સાવચેતીના પગલાં લીધા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રીએશન હેરિટેજ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાકરીયા તળાવમાં બોટ રાઈડ માટે સેફટીને લઈને સંપૂર્ણ સુવિધાઓ છે. જેમાં બોટમાં બેઠક વ્યવસ્થા પ્રમાણે જ લોકોને બેસાડવામાં આવે છે, તે માટે ટિકિટ લઈને લોકોને બોટ દ્વારા તળાવની સફર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂર કરતા વધારે લોકોને બેસાડવામાં નથી આવતા.
સાથે આ બોટમાં બેસનારા દરેક લોકોને લાઈફ જેકેટ આપવામાં આવે છે. તથા અન્ય સેફ્ટીને લઈને સૂચનાઓ પણ આપવામાં આવે છે જેથી કરીને કોઈ અણ બનાવ ન બને અને લોકોની સલામતી જળવાઈ રહે. તમને જણાવી દઈએ કે બોટનો ડ્રાઇવર પોતે પણ તરવૈયો હોય છે અને જો જરૂર પડે દરેક બોટની નજીકના વિસ્તારમાં 2 તરવૈયાઓ હંમેશા માટે તૈનાત હોય છે. આ સાથે અન્ય પણ સ્પીડ બોટને ઇમરજન્સી માટે મુકવામાં આવી છે.
હવે વાત મુદ્દાની એ છે કે શું ખરેખર વડોદરાની ઘટના બાદ અમદાવાદ તંત્ર સજ્જ થયું છે. તો અમારા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, કાંકરિયા તળાવમાં રાતોરાત બધુ બદલી દેવામાં આવ્યું છે. જેમાં 300 જેટલા નવા લાઈફ જેકેટ પણ લાવવામાં આવ્યા છે. હા, તમને જાણીને નવાઈ થશે કે તાત્કાલિક ધોરણે સુરક્ષાના પગલાં મજબૂતાઈથી ભરવામાં આવ્યા હતા. આ સાથે દરેક બોટમાં કેપનીનું નામ, નંબર, કેટલા લોકોને બેસવાની કેપેસીટી જેવી પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી થઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી.
વડોદરા હરણી ઘટના: શિક્ષિકા-વિદ્યાર્થિનીના એકસાથે અંતિમ સંસ્કાર, સ્મશાનમાં હાજર સૌ કોઈ રડી પડ્યાં
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
તો ખરેખર અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકોની ચિંતા છે કે રાતોરાત વધી ગઈ છે અને શું જો કોઈ બનાવ થશે તે શું કોન્ટ્રાક્ટર જ જવાબદારી લેશે. તમને જણાવી દઈએ કે કાંકરિયા તળાવમાં હાલ ગંભારતાથી સુરક્ષાનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ વડોદરા જેવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે તંત્ર હાલ તૈયારી રહ્યા છે.