ફરી એકવાર બિલ્ડીંગમા આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમા આવેલા એલિસબ્રિજ નજીક તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગ ઘટના સ્થાળે દોડી આવ્યુ છે. ફાયર વિભાગની પાંચ ગાડીઓ આગને કાબુમાં લેવાનાં પ્રયાસો કરી રહી છે. જો કે હજુ સુધી આ આગ લાગવાનુ કારણ સામે આવ્યુ નથી.
તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગી
કહેવામા આવી રહ્યુ છે કે આ આગ લાગવાની ઘટના 12માં માળે બની છે અને હાલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે જે 14માં માળ સુધી આગની જ્વાળાઓ દ્વારા જોઈ શકાય છે.
જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી
મળતી માહિતી મુજબ તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગેલી આગમા હાલ કોઇ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી. ફાયર વિભાગની સમાચાર મળતા જ ઘટના સ્થળે આગ ઓલવવા અને આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરીમા લાગી ગયુ છે.
બસ ખાલી 5 દિવસ અને આ રાશિના લોકોને સોનાનો સુરજ ઉગશે, બુધ દિવસ-રાત નોટોનો વરસાદ કરશે, તિજોરી ભરાઈ જશે
આગની જ્વાળઓને કારણે બે વૃદ્ધોનો શ્વાસ લેવામા તકલીફ થવા લાગી હતી જેમને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસની ટીમ અને ડેપ્યુટિ કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે.