ગોપાલ ઈટાલિયાની ધરપકડ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મળતી માહિતી આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે છોડી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ PM વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ ચારેકો હોબાળો પણ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા, પરંતુ વાત એવી વહેતી થઈ હતી કે ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. જો કે દિલ્હી પોલીસ દ્વારા મોટો ખુલાસો કરતાં જણાવાયુ હતું કે ઈટાલિયા સામે કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, થોડીવારમાં જવા માટે મંજૂરી આપીશુ.
આ સાથે જ માહિતી મળી રહી છે કે વધુમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે કેટલીક જાણકારી માટે પોલીસ સ્ટેશન લવાયા હતા. જે બાદ હાલ મળતી માહિતી આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે છોડી મૂક્યા છે. એ વાત જાણીતી છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે, આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે, પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.