હાલ બ્રિટનના PM બોરિસ જોનસન ભારત પ્રવાસે છે અને આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ બહાર આજે તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સહિતના લોકોએ હાજર રહી સ્વાગત કર્યુ હતુ.
આ બાદ તૈઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી અને ગાંધી આશ્રમની મુલાકાતે ગયા.
આ દરમિયાન એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો જેમા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
તેમના સ્વાગત માટે રસ્તા પર સ્વાગત સ્ટેજ, રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ અને એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને લોકો પહોંચ્યા હતા.
તેમના સ્વાગત માટે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોચ્યા હતા. આ સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેક્નોલોજીમાં સહયોગ પર પગલા લેવાઈ શકે છે. આ સાથે બોરિસ જોનસન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે.
જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેક્નિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે ચર્ચા થશે અને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે વાત થશે.