વાઇબ્રન્ટ સમિટને લઈ GTUના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો આ આદેશ, જાણો

Desk Editor
By Desk Editor
Share this Article

GTU EXAM NEWS: વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ જીટીયુ દ્વારા લેવામાં આવનાર પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ પરીક્ષા તાત્કાલીક ધોરણે મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન જીટીયુ દ્વારા તા. 9 અને 10 જાન્યુઆરીનાં રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.

પરંતુ એકાએક રાજ્યના ટેકનિકલ શિક્ષણ કમિશ્નર દ્વારા જીટીયુની તા. 9 અને 10 નાં રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવી છે. આ બાબતે જીટીયુ દ્વારા સત્તાવાર રીતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તા. 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષાની નવી તારીખ જાહેર

G20 બાદ ભારતને મળી વધુ એક સફળતા.. 2024માં ભારત પ્રથમ વખત 21 થી 31 જુલાઈ સુધી વર્લ્ડ હેરિટેજ કમિટીની કરશે અધ્યક્ષતા

એક જ દિવસમાં 14,000 હોટેલ અને 3600 ફ્લાઇટ ટિકિટ બુકિંગ રદ, PM મોદીના કારણે માલદીવના ઘોબા ઉપડી ગયાં

એકસાથે 1200 રોટલી બની જશે, અયોધ્યામાં ભોજન પ્રસાદ માટે અજમેરથી આવી ખાસ ભેટ, જાણો ખાસ વિશેષતા

વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, B.A,B.Com,BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે.


Share this Article
TAGGED: