તાજેતરમાં કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન કરાટે ચેમ્પીયનશીપનુ આયોજન યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ, આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ડાનકેત્સુ શીતો રયુ કરાટે એસોસિયેશન ઓફ ઈન્ડિયામાં કોચ હૃદય ભટ્ટ અને દેવલ ભટ્ટના કોચિંગ હેઠળ તાલીમ લઈ રહેલા ખેલાડીઓ બ્લેક બેલ્ટ કેટેગરીમાં રમતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાતા અને કુમીતે ઇવેન્ટમાં રમી ૮ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ જીતવાની સિધ્ધિ મેળવેલ છે.
વિજેતા ખેલાડીઓની યાદી
૧૨ વર્ષ બોય્ઝમા સ્પર્શ મોટવાણી (-૪૫ કિ.ગ્રા.) કુમીતેમા ગોલ્ડ મેડલ, ૧૩ વર્ષ બોય્ઝમા હેત પટેલ કાતામા ગોલ્ડ મેડલ અને માન પટેલ કાતા મા બ્રોન્ઝ મેડલ, જ્યારે મેઘ જાની (-૫૫ કિ.ગ્રા) કુમીતેમા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે ૧૪-૧૫ વર્ષ બોય્ઝમા ધૈર્ય પડિયા(-૬૩ કિ.ગ્રા) કુમીતેમા ગોલ્ડ મેડલ જીત્યો છે.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હવે ખરીદવું હોય તો એક તોલાના આટલા હજાર જ આપવાના, જાણી લો નવા ભાવ
ઈન્કમ ટેક્સ ભરનારાઓ માટે સૌથી મોટી ખુશખબર, હવે 10 લાખની આવક પર પણ 1 રૂપિયાનો ટેક્સ નહીં ભરવો પડે!
અત્યારે શાકભાજીના ભાવ ઘટે એવું સપનું પણ ન જોતા, રિપોર્ટ જોઈ લો એટલે બધી આશા પર પાણી ફરી વળશે
જ્યારે ૧૬-૧૭ વર્ષ ગઁલ્સ કેટેગરીમા રાજવી સોની (-૬૬ કિગ્રા) કુમીતેમા ગોલ્ડ મેડલ અને કાતામા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે ટ્વીશા પટેલે (-૬૬ કિગ્રા) કુમીતેમા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે ૧૬-૧૭ વર્ષ ગઁલ્સ કેટેગરીમા નેત્રા પ્રધાને કાતામા ગોલ્ડ મેડલ જીત્યો છે.