અત્યારનો માહોલ જોઈએ તો આપણે સ્વતંત્રતા દિવસના સપ્તાહમાં છીએ. માત્ર 2 દિવસ બાકી છે. હવે જનતા ઉત્સુક છે અને હર ઘર તિરંગા અભિયાન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું. ત્રિરંગા સાથેની 33 લાખથી વધુ સેલ્ફી ઇન્ટરનેટ પર સબમિટ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ ફ્લેગ પિન કરવામાં આવ્યા છે. ત્યારે એ જ અરસામાં અમદાવાદમાં પણ જયંતિભાઈ દેસાઈ દ્વારા સંચાલિત ક્રિપલ હોમ્સ પેઈન ગેસ્ટમાં ( Kripal Homes – PG in Ahmedabad ) પણ દેશભક્તિના રંગો જોવા મળ્યા હતા. તેમણે પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આજથી જ્યારે હર ઘર તિરંગાનું અભિયાન ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે ક્રિપલ હોમ્સ પેઈન ગેસ્ટમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જયંતિભાઈ દેસાઈ સાથે સાથે તમામ સ્ટાફ અને છોકરાઓ દ્રારા પણ ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે કાંતિભાઈ પટેલ ( કોરપોરેટર બોડકદેવ ), ધરમશીંહ દેસાઈ ( પુર્વ વસ્ત્રાપુર સરપંચ ), અભુભાઈ દેસાઈ ( ઉદ્યોગપતિ મુંબઈ ), ચેતનભાઈ સંઘવી ( શહેર કારોબારી સભ્ય ) ભાજપ અમદાવાદ પણ હાજર રહ્યા હતા.