કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ હાલમાં જ સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. ત્યારે એક તરફ એવું પણ કહેવામા આવ્યું છે કે હાઈકમાન્ડ કાઢે એ પહેલા જ પ્રેમથી પોતે નીકળી ગયા છે. જો કે હાલમાં ભરતસિંહનો 24 વર્ષની યુવતી સાથેનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ તરફ વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જ્યારે તેઓને ભરતસિંહ સોલંકી વિશે પૂછવામાં આવ્યું તો નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ વાત કરી કે “ભરતસિંહ મારા પિતાની ઉંમરના છે. હું એમના વિશે કઇ નહી બોલું. રામ ભગવાન વિશે તેઓ શું બોલ્યા હતા તે સૌ કોઇ જાણે છે. તેઓ શું કરે છે તેના વિશે પણ મારે કંઈ કહેવાની કઇજરૂર નથી. બધા જ જાણે છે. મારા એ સંસ્કાર નથી હું તેમના વિશે કે આ મામલે કંઇ કહી શકું. મારી ઉંમર ઘણી નાની છે. પણ બધા લોકો બધુ જ જાણે છે. ” ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલમાં તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેના પર્સનલ પ્રોબલેમ હવે જાહેરમાં આવી ગયા છે. બુધવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભરતસિંહના પત્ની અને અન્ય યુવતી પણ જોવા મળી હતી. આ વીડિયો બાદ તેમના પત્ની રેશમા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. જે બાદ હવે ભરતસિંહે મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી છે.