Gujarat News: છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં પડેલ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે અમદાવાદ અસારવા સિવિલમાં FSL જંક્શન પર પાણી ભરાયા હતા. FSL જંક્શન પર વરસાદી પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે. FSL જંક્શનથી મેઘાણી નગર રોડ પર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા. નરોડા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા.
અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રસ્તાઓ પરથી પસાર થતા વાહનો પાણી ભરાવાને કારણે બંધ પડ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલ વરસાદથી શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. એસ.જી. હાઈવે, થલતેજ તેમજ દિલ્હી દરવાજા, કાલુપુર સહિતનાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા વરસાદી પાણીનાં યોગ્ય નિકાલ માટે પ્રિ-મોન્સુન પ્લાન બનાવવામાં આવે છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતું નવાઈની વાત એ છે કે વરસાદ પડતાની સાથે જ પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નીવડે છે. અને અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે.