પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે અમદાવાદમાં 600 એકરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમા માત્ર દેશ જ નહી પણ વિદેશથી પણ લાખો ભક્તો આવી પહોચ્યા છે. દર્શન કરવા માટે આવી પહોચ્યા છે. 600 એકરમાં બનાવાયેલી પ્રમુખ નગરીનુ 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે. આ પહેલા ભવ્ય પ્રમુખ નગરીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ડ્રોન દ્વારા લેવાયો છે જેમા સમગ્ર પ્રમુખ નગરીને ભવ્ય નજારો જોઈ શકાય છે.
કહેવામા આવી રહ્યુ છે કે આ મહોત્સવ એટલો ભવ્ય હશે કે ભવિષ્યમાં ક્યારેય ન જોયો હોય, આખા વિશ્વની આંખો નજર આ ઉજવણી પર છે. આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલુ કરી દેવામા આવ્યુ હતુ. અહી મદદ કરાવવા માટે સમાજનો દરેક વ્યક્તિ યોગદાન આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ, સનાતન સાંસ્કૃતિક મૂલ્યો અને જીવન ઘડતરની પ્રેરણાઓની વાતો આ કાર્યક્રમમા જોવા મળશે.
https://www.facebook.com/watch/?ref=external&v=8430750533664003
આ મહોત્સવ માટે અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરમા થવા જઈ રહ્યો છે. આ વિશાળ ભૂમિને ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ નામ અપાયુ છે. અહી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો, 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારો હશે. આ સાથે સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર હશે જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે.
અહી પહોંચનારા લોકોને અગવડ ન પડે તે માટે સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા દરેક પ્રવેશદ્વાર પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ નીહાળી શકાશે. નગરમાં એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા રાખવામા આવેલ છે જેના પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા છે જે આ કાર્યક્રમમા આકર્ષણનુ કેંદ્ર હશે.