શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પત્ની અને સાસરિયાઓ સામે ચોંકાવનારા આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર પતિ સાથે બેંગકોક ફરવા ગઈ ત્યાં પતિ એકલો ફરતો હતો અને નાઈટ લાઈફ એન્જાેય કરતો હતો. બેંગકોકથી પરત ફર્યા બાદ પતિના શરીર પર ટીથ બાઈટ નખ મારવાના નિશાન મળી આવ્યા હતા.
એટલું જ નહીં, મેરેજ એનિવર્સિના દિવસે પતિ મામાની દીકરી સાથે સૂતો ઝડપાયો હતો અને પત્નીએ બંનેને શરીર સંબંધ બાંધતા નજરે જાેયાના આક્ષેપો કરતા મણિનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મણિનગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ૩૩ વર્ષીય કલ્પના (ઓળક છુપાવવા નામ બદલ્યું છે)ના ૨૦૧૪માં ઘાટલોડિયા રહેતા રોહિત સાથે લગ્ન થયા હતા.
દીકરીના જન્મ બાદ સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું અને વારંવાર અપમાન કરતા હતા. ૨૦૧૯માં ૧૦ દિવસ માટે કલ્પના પતિ તથા પાડોશી પરિવાર સાથે બેંગકોક ફરવા ગઈ હતી. જ્યાં તેનો પતિ રોહિત એકલો જ ફરતો હતો અને નાઈટ ક્લબમાં છોકરીઓ સાથે એન્જાેય કરતો હતો.
પત્ની સમજાવતી અને રોકતી તેમ છતાંય પણ વાત ન માની પતિ નાઈટ ક્લબમાં જતો હતો. આ દરમિયાન તેણે ૫૫૦૦૦ હજારની સોનાની ચેઈન પણ કોઈ છોકરીને આપી દીધી હતી.
બેંગકોકથી પરત ફર્યા ત્યારે કલ્પનાએ જાેયું તો તેના પતિના આખા શરીર પર ટીથ અને નેલ બાઈટ હતા. પતિએ લગ્નજીવન દરમિયાન પણ અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખતો હોવાથી કલ્પના ડિપ્રેશનમાં સરી પડી હતી. બીજી તરફ સાસરિયા પણ તેણીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, કલ્પના છેલ્લા ૧૨ વર્ષથી નોકરી પણ કરતી હતી પરંતુ સાસરિયા ખોટી રીતે ટોર્ચર અને મજબૂર કરતા હોવાથી જાેબ છોડી દીધી હતી.
ત્યારબાદ સાસરિયા કલ્પનાને ઘરથી બહાર પણ જવા દેતા ન હતા. કલ્પના કોઈની સાથે ફોન પર વાત પણ કરે તો શંકા કરીને ત્રાસ આપતા જ્યારે પતિ મેન્ટલ ટોર્ચર કરતો હતો. જેથી કલ્પનાએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ કેસ કર્યો હતો આ દરમિયાન સમન્સ નોટિસ બજતા કલ્પનાનો પતિ ઈંગ્લેન્ડ જતો રહ્યો હતો અને પતિએ પત્ની તરીકેનો સંબંધ ચાલુ રાખી મામાની દીકરી તથા અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખી વિશ્વાસઘાત કરતા કલ્પનાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.