આજા આખા ગુજરાતમાં ભાજપ જ ભાજપ છવાઈ ગયું છે. પણ જો ખાસ વાત કરીએ અમદવાદ શહેર અને જિલ્લાની તો એમાં 21માંથી 19 બેઠકો ભાજપને હવાલે ગઈ છે. ફક્ત દાણીલીમડા અને જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે .
આ બેઠક પર આ નેતાઓનો ભવ્ય વિજય
નારણપુરા બેઠક પર ભાજપના જીતેન્દ્ર પટેલની જીત
સાબરમતી બેઠક પર ભાજપના હર્ષદ પટેલની જીત
ઘાટલોડિયાથી CM ભૂપેન્દ્ર પટેલની જીત
વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકરની જીત
વટવા બેઠક પર બાબુસિંહ જાધવની જીત
એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહની જીત
મણીનગર બેઠક પર ભાજપના અમૂલ ભટ્ટની જીત
ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના કાળુ ડાભીની જીત
ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત
અમરાઈવાડી બેઠક પર ભાજપના ડો.હસમુખ પટેલની જીત
નિકોલ બેઠક પરથી ભાજપના જગદીશ વિશ્વકર્માની જીત
બાપુનગર બેઠક પર ભાજપના દિનેશસિંહ કુશવાહની જીત
દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈનની જીત
દાણીલીમડાથી કોંગ્રેસના શૈલષ પરમારની જીત
જમાલપુર ખાડિયામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની જીત
દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસની જીત
નરોડા બેઠક પર ભાજપના પાયલ કુકરાણીની જીત
વિરમગામ બેઠક પર ભાજપના હાર્દિક પટેલની જીત
દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમના પટેલની જીત
સાણંદ બેઠક પર ભાજપના કનુ પટેલની જીત
ધોળકા બેઠક પર ભાજપના કિરીટસિંહ ડાભીની જીત
ઉલ્લેખનીય છે કે ગુજરાત ટ્રેન્ડમાં ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમતી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ ભાજપ પ્રચંડ બહુમતીથી આગળ વધી રહ્યું છે. કેટલીક બેઠકોના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપનો વિજય થયો છે. જેમ કે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપ જીતી રહ્યું છે. ભાજપે જે પણ મંત્રીઓને ઉભા રાખ્યા હતા એ તમામ મંત્રીઓ જીતી ગયા છે. કોંગ્રેસમાં તો હવે એવી હાલત થઈ છે કે વિપક્ષમાં પણ બેસી શકે એવું નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું. pic.twitter.com/XL2MmrHfQI
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 8, 2022
CM ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.