સોશિયલ મિડિયા મારફતે યુવક અને યુવતી પરિચયમા આવ્ય અને તે બાદ લગ્ન થયા. પરતુ હવે આ એન્જિનિયર યુવતીને આ લગ્ન ભારે પડ્યા છે. લગ્ન થયાના માત્ર 7 દિવસ થતા યુવક યુવતિને નાની નાની બાબતોમાં માનસિક ત્રાસ આપવા લાગ્યો અને શંકા રાખીને અનેક પાબંધીઓ રાખી દીધી. યુવકે કહ્યુ- તારે કોઈની સાથે વાત ન કરવી, બહાર ન જવ્ય, ધાબા પર કપડાં સૂકવવા પણ એકલા જ જવુ.
હવે આ મામલો પોલીસ સુધી પહોચ્યો છે. શહેરના રામોલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં યુવતીએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને કહ્યુ કે પતિ તેના પર શંકા રાખી છે અને કોઈ સાથે વાત કરવાની, કોઈ જગ્યાએ બહાર જવાની અને મારા માતા-પિતા સાથે પણ વાત કરવાની મનાઈ કરી છે.
આ સાથે યુવતીનો આરોપ છે કે તેનો પતિ કહે છે કે તારા માતા-પિતા એ દહેજમાં કશું આપેલ નથી, ચાંદીના વાસણની માંગ કરી. આ બાદ જ્યારે યુવતીએ આ માંગ અંગે પરિવારને ન જણાવવાની વાત કહી તો પતિ ઉશ્કેરાઈ ગયો અને તેને માર માર્યો. આ બાદ યુવતીનો પગાર પણ માંગવામાં આવ્યો અને લગ્ન પહેલા યુવતીએ લીધેલુ મકાન પતિના નામે કરવા કહેવાયુ જે બાદ યુવતી પોલીસની મદદ લેવા પહોચી હતી.