અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. અહી સંબંધીને આપેલા વ્યાજના રૂપિયાના બદલે વ્યાજખોરોએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યુ અને બીભત્સ માગણીઓ મૂકી છે. હવે આ મામાલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો સંબંધી કાંતિભાઈ પાસેથી 20 હજાર પાંચ ટકા વ્યાજે મહિલાએ લીધા હતા. આ બાદ સંબંધી મૃત્યુ થયુ અને આરોપીએ મહિલા પાસે રૂપિયાનુ ઉઘરાણીનું ચાલુ કર્યુ.
આ બાદ આરોપી મહિલાને સતત ફોન કરીને હેરાન કરવાનુ ચાલુ કર્યુ. મહિલાના ઘરે રૂબરૂ પણ જવા લાગ્યો અને વ્યાજના રૂપિયા આપવા દબાણ કરવા લાગ્યો. આ દરમિયાન તે મહિલાને બીભત્સ ગાળો બોલતો જે બાદ એક દિવસ મહિલાએ તેની મિત્રને પણ ઘરે બોલાવી હતી. આરોપીએ તમામ હદ પાર કરીને એક દિવસ કહ્યુ કે મારી માંગણી પૂરી કરે અને એ મારી થઈ જાય તો મારે રૂપિયા જોતા નથી. ઉલટાનું હું તેને રૂપિયા આપીશ.
તે સમયે મહિલા પાસે 2000 રૂપિયા હતા તે આપી દીધા હતા અને વ્યાજ સહિત રૂપિયાની ઉઘરાણી કરવાનુ સતત ચાલુ રહ્યુ. આરોપીએ મહિલાને કહ્યું કે, તું મારી વાત માનતી નથી પૈસાનું તો બહાનું છે. એ બહાને હું તને મળવા, જોવા આવું છું. તું સમજતી કેમ નથી. મારી પત્ની મને મૂકીને જતી રહી છે, તારે પણ આદમી નથી અને તું મને ખૂબ ગમે છે. તું મને શારીરિક સુખ આપીશ, તો હું રૂપિયા જવા દઈશ
આ વાતો સાંભળીને જ્યારે મહિલાએ પોલીસને બોલાવવાની ધમકી આપી ત્યારે આરોપીએ કહ્યુ કે પોલીસની ધમકી મને ના આપીશ. વ્યાજે ધંધો કરું છું. પોલીસ જોડે મારે ઉઠવા બેસવાનું છે. મારી વાત નહીં માને અને મારી નહીં થાય તો મારે તારી સાથે જે કરવું પડશે એ બધું જ કરીશ. આ બાદ મહિલાએ હવે ફરિયાદ દાખલ કરી છે.