હાલમાં અમદાવાદમાં પણ બીજા બતક્કામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે બાપુનગર વિધાનસભામાં મતદાન કર્યું હતું. પરંતુ જોવા જેવી વાત એ છે કે અમિત નાયક ઘરેથી ફાટેલા કપડાં પહેરીને નીકળ્યા હતા. ફાટેલા કપડાં ઉપરાંત હાથમાં તેલનો ડબ્બો રાખ્યો હતો તો અન્ય કાર્યકરોએ હાથમાં ગેસનો બાટલો પણ રાખ્યો હતો. લોકો આ સીન જોવા માટે ભેગા થઈ ગયા હતા. વિરોધ સાથે મતદાન મથકમાં જઈને અમિત નાયકે મતદાન કર્યું હતું. અમિત નાયકે જણાવ્યું હતું કે, નાગરિકો હવે બોલી શકતા નથી, આથી મેં આજે સરકાર દ્વારા વધારવામાં આવેલી મોંઘવારી, બેરોજગારી અને મંદીનો પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું છે.
તો વળી પહેલા તબક્કાની વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર લઈને મતદાન કરવા ગયા હતા.
મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે સત્તા પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે. પરંતુ આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 4 કરોડ 33 લાખ મતદારો 25 સપ્ટેમ્બર 2017 મુજબ નોંધણી થયેલા છે. ત્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ યોજાઈ હતી.
આજે ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોની જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.