આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેનું કદ ધીરે ધીરે વધારી રહી છે. સુરતમાં જંગી જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોર પકડ્યું છે. આમ આદમી પાર્ટી પોતાને ભ્રષ્ટાચાર મૂક્ત ગણાવી રહી છે અને કહે છે કે તેઓ આ દેશને પણ ભ્રષ્ટાચારમાંથી બહાર લાવવા માગે છે. ત્યારે જો એવું મને કે એના જ નેતાઓ અને પ્રદેશ પ્રમુખ વિશે આમ આદમી પાર્ટીના ઘરના જ લોકો કૌભાંડો છત્તા કરે ત્યારે ગુજરાતની જનતાને ખરેખર વિચારવા પર ઉતરી આવવું પડે છે. આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને પીઢ કાર્યકર્તા હસમુખ ભાઈ પટેલ તેમજ તેમની 16 લોકોની ટીમે આ કૌભાંડ સામે પ્રશ્નો કર્યા છે.
હસમુખ ભાઈ પટેલનું કહેવું છે કે આમ આદમી પાર્ટી પાસે એક વર્ષ પહેલા પાર્ટી ચલાવવાના પણ પૈસા નહોતા. ચૂટણી પ્રચારની સામગ્રી પણ અમે સ્વખર્ચે ખરીદી કરી હતી. તો પછી આ છેલ્લા 6 મહિનામાં એવું તો શું થયું કે અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પાસે અને મનોજ સોરઠિયા પાસે 40 લાખની ગાડી અને 2-3 કરોડના પ્લોટ આવી ગયા. આખરે એ લોકો એવું તો શું કૌભાંડ કરી રહ્યા છે કે પૈસાનો વરસાદ થયો અને જાહોજહાલી ભોગવી રહ્યા છે. આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો વતી તેઓને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ભુતપુર્વ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઇ તેમજ વર્તમાન અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને દિલ્હીમા બેઠેલા આકાઓ ધ્વારા થયેલ અન્યાય અને વિશ્વાસઘાત અંગે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. આયોજન કરવામા આવ્યુ હતું કે જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
આમ તો AAP પાર્ટીનું કહેવું છે કે રાજનીતિ કરવા નહિ પરંતુ બદલવા આવ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીના આ પોકળ દાવાને ખુલ્લો પાડતી સ્ફોટક બાબતો પાર્ટીના જ બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ધ્વારા મિડિયા સમક્ષ જાહેર કરાઇ હતી. અને જેમાં સમગ્ર ગુજરાતી જનતા ચોંકી ગઈ હતી. હવે ગુજરાતની જનતા પણ કહી રહે છે કે ખરેખર આમ આદમી પાર્ટી ગુજરાતનો ઉદ્ધાર કરશે કે પછી લૂંટી લેશે.