રામોલ વિસ્તારમાં પિતા પુત્રીના સબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૧૫ વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઉઠાવી પહેલા સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું બાદમાં ફૂવાએ પણ સગીરાને તેની હવસનો ભોગ બનાવી હતી. આ અંગે સગીરાએ રામોલ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા અને ફૂવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિત ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હેવાનિયતની હદ વટાવતા કિસ્સાની વિગતો એવી છે કે અમદાવાદના રામોલમાં એક મહિલા તેની ૧૫ વર્ષીય સગીરા અને તેના ત્રીજા પતિ સાથે રહેતી હતી. ભોગ બનનાર સગીરા તેના સાવકા પિતા સાથે રહેતી હતી. બે મહિના અગાઉ સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે નરાધમ સાવકા પિતા એ એકલતાનો લાભ ઉઠાવી અને સગીરા સાથે અડપલા કરવાનુ શરૂ કર્યું હતું.
જાે કે સગીરા એ બૂમાબૂમ કરવાનો પ્રયત્ન કરતા આરોપી એ રૂમ બંધ કરીને સગીરા ને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. અને બાદ માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જાે કે નરાધમ આરોપી ને કામ અર્થે બહાર ગામ જવાનું હોવાથી તે તેની બહેનના ત્યાં સગીર દીકરીને થોડા દિવસ માટે મૂકી ને ગયો હતો.
આ દરમ્યાન સગીરા સાથે ફૂવાએ પણ દુષ્કર્મ આચર્યું હતુ. એટલું જ નહી આરોપી એ તમામ હદ વટાવીને અશ્લીલ ફોટો પણ પાડયા હતા. અને તેને બ્લેક મેઈલ કરવાનુ શરૂ કર્યું હતું. જાેકે, અંતે કંટાળી ને સગીરાએ આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે અન્ય ફરાર આરોપી ને પકડવા માટેના ચક્રો ગતિમાન કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.