અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્ન બાદ તેના પતિ સાથે અણબનાવ થતાં હવે તે અલગ રહેતી હતી. જોકે મહિલા જ્યારે સમાધાનની વાત કરવા ગઈ તો એને કડવો અનુભવ થયો છે. જ્યારે તે મહિલા પતિની દુકાને ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને તેની સાથે ઇચ્છા વિરુદ્ધ શરીર સુખ માણતો હતો. એટલું જ નહીં, તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. જ્યારે તેના જેઠે પણ સમાધાનના બહાને વારંવાર શારીરિક અડપલા કર્યા. હવે મહિલા કંટાળીને પોલીસના સહારે ગઈ છે.
હાલમાં મળતી માહિતી પ્રમાણે મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગાઉના લગ્નમાં છૂટાછેડા થઈ જતા તેને વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ તેના પતિને નારોલ નજીક દુકાન હોવાથી તેઓ નારોલ ખાતે ભાડે રહેવા માટે આવ્યા હતા. ઘરના ભાડા અને દીકરાની સ્કૂલ ફીને લઈ વારંવાર તેની સાથે બોલાચાલી અને ઝઘડો થતો. જ્યારે તેના જેઠને તેઓ બોલાવે ત્યારે તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવીને ગંદી નજરે જુએ. મહિલાએ તેના પતિની વિરુદ્ધમાં ભરણપોષણ માટે અરજી કરી હતી અને કોર્ટે આદેશ કર્યો હતો કે દર મહિને રૂપિયા 7000 ભરણપોષણ ચૂકવવું. જોકે, તેના પતિ અને સાસરીયાએ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી છૂટાછેડા આપવા માટે કહેતા નારોલ પોલીસ સ્ટેશન પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.
સારા સમાચાર! ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે અરજી કરવી
આ બધું થયા પછી મહિલા તેના પતિથી અલગ રહેવા લાગી હતી. કોરોનાની મહામારીને કારણે કોર્ટ બંધ થતાં ભરણપોષણમાં તકલીફ પડી. ત્યારબાદ મહિલાએ તેના પતિ સાથે સમાધાનની વાતચીત કરી હતી. દરમિયાન તેનો પતિ પૈસા આપવાના બહાને ઘરે આવતો અને મહિલા પણ તેની દુકાને જતી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેનો પતિ તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સુખ ભોગવતો હતો. મહિલાએ તેના દીકરાની સારવાર માટે પતિ પાસે રૂપિયા માંગ્યા તો તેણે કહ્યું હતું કે, તને પૈસા આપુ પણ મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે. આ સમયે મહિલાના પતિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને માત્ર 20,000 રૂપિયા આપીને બાકીના પૈસાની વ્યવસ્થા તું કરી લેજે, તેમ જણાવ્યું હતું.