આજરોજ સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ’ ના ભાગરૂપે તારીખ 26 જુન 2023 ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .આ કાર્યક્રમ સ્વામિનારાયણ યુનિવર્સિટી અને શિલ્પ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના રજીસ્ટ્રાર ડો. અજીત ગંગવાની, ડો.ટ્વિંકલ પટેલ કે જેઓ સમાજ સેવિકા હોવાની સાથે સાથે આરોગ્ય ની બાબતોના નિષ્ણાત છે તેમજ પોતે મધર હૂડ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર છે.
ત્યારબાદ અતિથિમાં ચિલ્કા જૈન કે જેઓ ડાયરેકટર પિના સ્પોર્ટ્સ અમદાવાદ છે તેમજ ડો.આકાશ ગોહિલ, ડાયરેક્ટર સ્પોર્ટ્સ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ,શ્રીમતી હેતલ બ્રહ્મભટ્ટ કે જેઓ સ્નેશીલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે તથા દર્શિત દેસાઈ કે જેઓ સ્નેહ શીપ ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ છે તથા ડો. વિજયકુમાર ગઢવી ,ડેપ્યુટી રજીસ્ટ્રાર(S & I), સ્વામિનારાયણ યુનિવર્સિટી તેમજ દરેક સંસ્થાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
‘ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ’ નિમિત્તે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના તમામ અધ્યાપક મિત્રોએ અને 700 થી વધુ વિદ્યાર્થીઓએ ઉમેળકાભેર ભાગ લીધો હતો.
વરસાદને લઈ આજ માટે મોટી આગાહી, મેઘરાજા આટલા જિલ્લાઓ રેલમછેલ કરી નાખશે, જાણો તમારે કેટલો પડશે
આ કાર્યક્રમમાં યુવાનોને ડ્રગ્સની હાનિકારક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને તે માટે અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ ડે ની ઉજવણી તેનું મહત્વ અને વિવિધ પ્રકારના વ્યસનોથી કેવી રીતે દૂર રહી અને સ્વાસ્થ્યની જાળવણી કરવી તેમ જ તેના વિવિધ પાસાઓ ઉપર ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડો. વિજયકુમાર ગઢવી દ્વારા આભાર વિધિ કરી સર્વે ઉપસ્થિત મહાનુભાવોને આભાર વિધિ કરી હતી.