ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવે હવે કોઈ ઓળખાણની મોહતાજ નથી.
તેના ગીત આવતાની સાથે જ હિટ થઈ જાય છે.
હાલમાં કિંજલ દવે વિદેશના અલગ અલગ શહેરમાં ફરી રહી છે અને ત્યાંથી સરસ તસવીરો પણ પોસ્ટ કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ‘
ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગાઈને પોપ્યુલર થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેને માત્ર ગુજરાતના લોકોને જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજ્જુઓ પણ ઓળખે છે.
લોકોને પોતાના ગરબા પર ડોલાવનારી કિંજલ દવે નાની ઉંમરમાં એક બાદ એક ઉપલબ્ધિ મેળવી રહી છે.
કિંજલ દવેએ કાર ખરીદતા તેનો ફિઆન્સે પવન જોશી જ નહીં ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ ખુશ થયા છે અને તેને અભિનંદન પાઠવ્યા હતા.
કિંજલ દવે હાલ ગુજરાતના વિવિધ શહેરમાં શો કરી રહી છે.
તે તેના સોશિયલ મીડિયા પર પણ ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફથી ચાહકોને અવગત રાખે છે.
ગુજરાતી સિંગર કિંજલ દવે સુમધુર અવાજથી બહોળો ચાહક વર્ગ ઉભો કરી ચૂકી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ કિંજલ દવેના ફેન્સ છે અને તેના ગીત સાંભળવાનું પસંદ કરે છે.
2021નું વર્ષ ભલે કપરું રહ્યું હોય પરંતુ કિંજલ દવેએ ત્યારે પણ તેના ફોલોઅર્સને મનોરંજન પૂરું પાડવામાં સમક્ષ રહી હતી.