Ahmedabad News: સફળ પત્રકાર બનવા માટે ઉંમરનો કોઈ બાદ હોતો નથી. એક સારા અને સફળ એન્કર બનવા માટે ફક્ત એક સારો અવાજ નહિ પણ જ્ઞાન નો ભંડોળ હોવો ખૂબ જરૂરી છે. ટીવી અને રેડીયોમાં સારા એન્કર માટે પ્રભાવી વકતા હોવું જરૂરી છે તેવું હેડ દેવાંગ ભટ્ટે પત્રકારત્વ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિધાર્થીને માહિતી આપતા જણાવ્યું હતું.
ગાંધીનગર સર્વ વિશ્વવિદ્યાલય પત્રકારત્વ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ના મિતેશભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રવાસ આયોજિત કર્યો હતો જેમાં ન્યૂઝ પેપરના સર્ક્યુલેશન, માર્કેટિંગ, એડિટોરિયલ, ડિજિટલ વિભાગ, તથા એફએમ રેડીયો વિભાગની મુલાકાત લઇ આ તમામ વિષયોમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેના અનુભવો જાણ્યા હતા. વિદ્યાર્થીઓને દરેક વિભાગના કામગીરીથી પણ અવગત કરાયા હતા.
ઉપરાંત હેમંતભાઈ ગોકલાણીએ વિદ્યાર્થીઓને સરકારી અને ખાનગી ચેનલમાં રિપોર્ટર કોપી એડિટર અને એન્કર તરીકે કામગીરી કરવા માટે તમારામાં કેવી ક્ષમતા હોવી જોઈએ તેના વિશેની માહિતી પ્રદાન કરી હતી. વિદ્યાર્થીઓએ લાઈટ કેમેરા લાઈવ પ્રોગ્રામ વિશે કામગીરી ની માહિતી મેળવી હતી.