તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ એટલે કે માતૃભાષા દિવસ. ત્યારે એ દિવસે ઘણા શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. એ જ ઉપક્રમે માતૃભાષા અભિયાન અને શિક્ષણ વિદ્યાશાખા(IASE)ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષાદિનની ઊજવણી ગૂજરાત વિદ્યાપીઠમાં મંગળવારના રોજ કરવામાં આવી. જેમાં શાળાઓમાં માતૃભાષા ભણાવતાં ત્રણ ભાષા શિક્ષકોને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરતભાઈ જોષી, ભાષાવિજ્ઞાની અરવિંદ ભાંડારી અને જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
સન્માનિત મહારથીઓના નામો નીચે મુજબ છે.
1. દયાબેન સમજુભાઈ સોજીત્રા, અમરેલી
2. દલસાણિયા વિજયકુમાર મગનલાલ, મોરબી
3. ડૉ.રાકેશ રાવત,આણંદ
આ સિવાય જો વાત કરીએ તો ગુજરાતના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાંથી આવેલાં શિક્ષકો દ્વારા ભાષા શિક્ષણમાં વર્ગખંડની અંદર તેમના દ્વારા અધ્યાપનમાં જે નવતર પ્રયોગો કરવામાં આવે છે. તેવા પ્રયોગો 15 શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યાં. માતૃભાષા અભિયાનનાં પ્રકલ્પ “દાદા-દાદીનો ઓટલો”માં ભાષા અને સંસ્કૃતિ માટે નિ:સ્વાર્થપણે સેવા આપતા 20 દાદા-દાદીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.