કિશન ભરવાડ હત્યા કેસમાં છ્જી દ્વારા સતત આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ હત્યાકાંડના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હત્યા કેસમાં જમાલપુરના મૌલવી અયુબની સક્રિય ભૂમિકા સામે આવી રહી છે. આ કેસની તપાસમાં એવું સામે આવ્યું છે કે, મૌલાના અયુબે શબ્બીરને આ હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. એટલું જ નહીં મૌલાના અયુબે હત્યા માટે હથિયાર પણ પૂરુ પાડ્યુ હતું. બીજી તરફ, દિલ્હીના આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીએ કાયદાકીય મદદ માટે બાંહેધરી આપી હતી. સાથે જ શબ્બીરના પરિવારને આર્થિક મદદની પણ ખાતરી આપી હતી.
એ પછી શબ્બીર આ હત્યા કરવા માટે તૈયાર થયો હતો. હવે આ કેસમાં છ્જી દ્વારા એક ખાસ ટીમ બનાવીને મૌલાના અયુબની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૌલાના અયુબે શબ્બીરની જેમ અમદાવાદના કેટલાંક યુવકોના મનમાં જિહાદનું ઝેર ઘોળ્યુ હતુ. છ્જીને અમદાવાદના દાણીલીમડા, વટવા, મિરઝાપુર, શાહઆલમ, દરિયાપુર જેવા વિસ્તારોમાં રહેતા કેટલાંક યુવકોના નામનું લિસ્ટ મળ્યું છે. ત્યારે આગળ પણ અનેક ખુલાસા થવાની શક્યા છે. આ કેસની તપાસમાં અનેક રહસ્યો પરથી ધીરે ધીરે પડદો ઉઠી રહ્યો છે.
ધંધુકાના આ બહુચર્ચિત કિશાન ભરવાડ કેસના આરોપી શબ્બીરની પોલીસે કડક પૂછપરછ કરી હતી. ત્યારે આરોપી શબ્બીરે કબૂલાત કરી કે, તે મૌલાના અયુબના સીધા સંપર્કમાં હતો. મૌલાના અયુબ જ્યારે પણ મળતા ત્યારે ઈસ્લામ વિરૂદ્ધ બોલનારાઓને સજા આપવાની અને જિહાદની જ વાત કરતા હતા. એટલું જ નહીં મૌલાના અયુબ વોટ્સએપનો ઉપયોગ કરતો હતો અને એનાથી ઉશ્કેરણી જનક વીડિયો પણ મોકલતો હતો. જ્યારે કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર પોસ્ટર કરી એ વાતની જાણ શબ્બીરે મૌલાના અયુબને કરી હતી.
ત્યારે મૌલાના અયુબે શબ્બીરને કહ્યું હતું કે, હિન્દુસ્તાનનો કાયદો તો એને છોડી દેશે, પણ ઈસ્લામમાં કહ્યું છે કે, તેને સજા મળવી જાેઈએ. એ પછી મૌલાના અયુબે શબ્બીરને હત્યા કરવા માટે ખૂબ જ ઉશ્કેરણી કરી હતી અને તૈયાર કર્યો હતો. મૌલાના અયુબે શબ્બીરને એવી ખાતરી આપી હતી કે મૌલાના કમર ગની કાયદાકીય મદદ પૂરી પાડશે. એટલું જ નહીં જાે આ કેસમાં શબ્બીર જેલમાં જાય તો તેના પરિવારને આર્થિક મદદ કરવાની પણ પૂરેપૂરી ખાતરી આપી હતી.
એ પછી શબ્બી હત્યા કરવા માટે તૈયાર થયો હતો. બાદમાં મૌલાના અયુબે તેને રાજકોટથી અઝીમ સમાના સંપર્કથી હથિયાર મંગાવી આપ્યું હતું. કારણ કે જામનગર અને રાજકોટમાં મૌલાના અયુબ સક્રિય હતો. છ્જીને આ પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે, મૌલાના અયુબે શબ્બીર સિવાય અમદાવાદમાં કેટલાંક યુવકોના મનમાં જિહાદનું ઝેર ઘોળ્યું હતુ. જેમાં છ્જીને દાણીલીમડા, વટવા, મિરઝાપુર, શાહઆલમ, દરિયાપુર વિસ્તારના કેટલાંક યુવકોના નામ અને મોબાઈલ નંબર મળ્યા હોવાનું પોલીસ જણાવી રહી છે.
આના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. મૌલાના અયુબે એવું પણ કબૂલ્યું કે, મૌલાના કમર ગની ઉસ્માની કાયદાકીય મદદ માટે ખાતરી આપતો હતો. સાથે જ તે એવું પણ કહેતો કે, ઈસ્લામ વિરૂદ્ધ ઉચ્ચારણ કર્યુ હોય એવા લોકોને ભલે કાયદાની સજા મળે. પણ એ પછી ઈસ્લામિક કાયદા મુજબ પણ સજા મળવી જાેઈએ. એટલે એના માટે મૌલાના કમર ગનીએ મૌલાના અયુબને તૈયાર કર્યો હતો.