સરદારધામના નેજા હેઠળ અમદાવાદ-વડોદરામાંથી 70 કરતાં વધારે પાટીદાર ઉદ્યોગપતિની મિટિંગ, બિઝનેસ વિશે થઈ મહત્વની ચર્ચાઓ

Lok Patrika
By Lok Patrika
Share this Article

Ahemdabad News: તારીખ ૧૪-૦૫-૨૦૨૪ ના રોજ હોટેલ મીંટ, નિકોલ, અમદાવાદ ખાતે અમદાવાદ શહેરની ઈગ્નાયટર વિંગ અને લિજેન્ડર વિંગ તેમજ બરોડા ખાતે કાર્યરત મીથેન વિંગની જોઈન્ટ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીઝનેસ મીટીંગ માં ૭૦ કરતા વધારે ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) ના રેગ્યુલર મેમ્બર કે વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે એ બીઝનેસ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૦ કરતા વધારે લાઇવ રેફરન્સ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા જે નજીક ના ભવિષ્યમાં બિઝનેશ માં કન્વર્ટ થશે.

ઈગ્નાયટર વિંગના હાલ ના પ્રમુખ શ્રી ચિંતન વસોયા દ્વારા વધુ માહિતી આપતા જાણવા મળ્યું કે, આ મીટીંગ કરવાનો મુખ્ય ઉદેશ બીજી વિંગ ના મેમ્બર્સ સાથે અંગત અને ધંધાકીય સબંધ વધુ મજબુત થાય તેમજ લિજેન્ડર વિંગ કે જે ફેબ્રુઆરી ૨૦૨૪ માં જ GPBO દ્વારા શરુ કરવામાં આવી છે એ બધા મેમ્બર્સ ઈગ્નાયટર વિંગ અને બરોડા ખાતે કાર્યરત મીથેન વિંગના મેમ્બર્સને અંગત અને ધંધાકીય સબંધ ખુબ જ ઓછા સમય માં કેળવી શકે અને એ પણ GPBOની બીજી ૨૦ વિંગના મેમ્બર્સની જેમ ઝડપથી વિકાસ થાય અને નવા મેમ્બર્સનું સામાજિક, આર્થિક અને સેલ્ફ ડેવલોપમેન્ટ થાય એ હેતુસર આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં GPBO ના ટોટલ ૯૨૧ કરતા વધારે ઉદ્યોગ સાહસિકો દ્વારા એક બીજા ના રેફરન્સથી ૮૦૦ કરોડ કરતા વધારેનો બીઝનેસ કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે આવેલ સરદારધામ સંસ્થા કે, છેલ્લા ઘણા વર્ષોથી પાટીદાર સમાજના વિકાસ માટેનું કાર્ય કરી રહી છે.

સરદારધામનો મુખ્ય ઉદેશ “સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ”

સરદારધામના મુખ્ય 5 લક્ષબિંદુ છે જેમાં

૧. સરદારધામ બિલ્ડીંગ પ્રોજેક્ટ (૧૦૦૦૦ દીકરા દીકરીઓને રહેવાની વ્યવસ્થા)
૨. સિવિલ સર્વિસ સેન્ટર (૧૦૦૦૦ દીકરા દીકરીઓને સરકારમાં વહીવટી શેત્રમાં મોકલવાનો લક્ષ)
૩. ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) (૧૦૦૦૦ પાટીદાર ઉદ્યોગ સાહસિકો ને એક જ પ્લેટફોર્મ પર જોડાવાનો લક્ષ)
૪. ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિત (GPBS)
૫. યુવા સંગઠન

સરદારધામના આ ૫ લક્ષબિંદુમાંથી એક લક્ષબિંદુ એટલે ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO)કે જેમાં 10000 પાટીદાર ઉદ્યોગ સાહસિકો ને એક જ પ્લેટફોર્મ પર જોડાવાનો લક્ષ રાખવામાં આવ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly