ગુજરાતના સરકારી દવાખાના નોંધારા થઈ ગયા, એકસાથે 10 હજાર કરતાં પણ વધારે ડોક્ટરો હડતાળ પર, એ પણ નક્કી નહીં કેટલા દિવસ રહેશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે ગુજરાતમાં સરકારી દવાખાનામાં દર્દીઓ હેરાન થતાં જોવા મળી રહ્યા છે, કારણ કે ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે, જેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન,GMERS ફેકલ્ટી એસોસિયેશન,ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના દરેક ડોકેટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાને લઈને દરેક જગ્યાએ ડરનો માહોલ છે.

વાત કંઈક એવી છે કે ડૉક્ટરો પોતાની માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે એવી માહિતી સામે આવી રહી છે. હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અમારી સાથે છે. ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે.

તેઓનું સંગાથે કહેવું છે કે છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે એવી પણ એક માંગણી છે. 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે ફરી અમલમાં લાવવામાં આવે. રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાંહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly