જાે કોર્પોરેટ સંચાલિત હોસ્પિટલોની વાત કરવામાં આવે તો અહીં સ્ટાફની ૫૦ ટકા અથવા તેનાથી પણ વધારે નર્સો જેમને આપણે ‘સિસ્ટર’ પણ કહેતા હોઈએ છીએ તે કેરળની હોય છે. પરંતુ કોરોના મહામારી પછી માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં અનુભવી નર્સોની માંગ વધવાને કારણે, અમદાવાદ અને સાથે સાથે ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાંથી મોટી સ્ખ્યામાં આ નર્સોનો ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે પાછલા એક વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૦૦ નર્સો અહીંથી કામ છોડીને જતી રહી છે. આટલુ જ નહીં, આ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, અત્યારે દેશભરમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. આવી સ્થિતિમાં જાે નર્સોનું આ પ્રકારે જવાનું ચાલુ રહેશે તો હોસ્પિટલોએ ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમુક મોટી હોસ્પિટલોમાં નર્સોના પલાયનનો દર ૫ ટકા જેટલો નોંધાયો છે. શે
લબી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના મુખ્ય હ્યુમન રિસોર્સ ઓફિસર બાબુ થોમસ જણાવે છે કે, કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં કેરળની લગભગ ૨૦૦ નર્સો કાર્યરત હતી, જેમાંથી હવે માત્ર ૬૦-૭૦ જ સ્ટાફનો ભાગ છે. અહીંની નોકરી છોડવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે કેરળમાં લઘુત્તમ ભથ્થું ૨૨,૦૦૦ રુપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં આટલી માંગ હતી તેમ છતાં ગુજરાતમાં નર્સોનો શરુઆતનો પગાર ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સુધીનો હતો. આ સિવાય વધારાના કોઈ ભથ્થા પણ તેમને નહોતા મળતા.
સ્ટર્લિંગ હોસ્પિટલના વીપી નમિષા ગાંધી જણાવે છે કે, વિદેશમાં વધતી માંગ એ મહત્વનું પરિબળ છે. ખાસકરીને એવો સ્ટાફ જે અન્ય રાજ્યોમાંથી અહીં કામ કરવા માટે આવ્યો હતો, તે મહામારીની આ સ્થિતિમાં પોતાના અનુભવનો ઉપયોગ કરીને કમાણીની તક કેમ ચૂકે? જાે સ્કિલ્ડ નર્સોની વાત કરીએ