હાલમાં રાજકારણમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નરોડાના કોર્પોરેટરની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલા ડૉ. દ્વારા ફરિયાદ પણ કરી દેવામાં આવી છે. મહિલા ડોક્ટરનું કહેવું છે કે કોર્પોરેટરે મારી સાથે અણછાજતું વર્તન કર્યું છે. હવે લોકો પણ આ કોર્પોરેટર પર ભારે ગુસ્સે થયા છે. રાજ્યમાં અનેક વાર કોઇ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરની દાદાગીરીના વીડિયો વાયરલ થતા જ આવ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કોર્પોરેટરની દાદાગીરી સામે આવતા લોકોને વધારે ગુસ્સો આવ્યો છે.
શહેરના નરોડાના કોર્પોરેટર સોમા પટેલની દાદાગીરીને લઇને ફરિયાદ કરવામાં આવતા હવે જોવાનું એ રહ્યું કે આખરે કંઈ પગલા લેવામાં આવે છે કે કેમ.. કોર્પોરેટર સોમા પટેલે મહિલા ડૉક્ટર સાથે દાદાગીરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે UHC સેન્ટરના મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે. કોર્પોરેટર પર મેડિકલ ઓફિસરને મોઢું પકડી પાણી પીવડાવ્યાનો આરોપ લગાડ્યો છે એના વિશે પણ તપાસ હાથ ધરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. પીડિત મહિલા ડૉક્ટરે કહ્યું કે કોર્પોરેટર દ્વારા મારી સાથે અણછાજતું વર્તન કર્યું છે. તેમના સબંધી અહીં સારવાર માટે આવ્યા હતા. ત્યારે સ્ટાફે તેમના સંબંધીની સારવાર કરી હતી છતાં અમારી સાથે તેમણે ઝઘડો કર્યો.
મહિલાએ આગળ વાત કરી કે હદ વટાવીને એ કોર્પોરેટરે મારું મોઢું દબાવીને મને પાણી પીવડાવ્યું. ધમકી પણ આપી કે આ વાત અહીં જ દબાઈ દેજે. નામ સાથે મહિલાએ વાત કરી કે કોર્પોરેટર સોમાભાઈ પટેલ અને તેમના કાર્યકરો અહીં આવ્યા હતા. આથી કોર્પોરેટર રાજીનામું આપે અને તેમની પર પોલીસ કાર્યવાહી થાય તેવી મારી માંગ છે.’ મહત્વનું છે કે, કોર્પોરેટરની દાદાગીરીને લઇ મહિલા ડૉક્ટરે કોર્પોરેટર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે અને કરવામાં આવે છે કે કેમ એ પણ પ્રશ્ન છે