અમદાવાદ શહેરના નરોડા પોલીસની બિરદાવા લાયક કામગીરી સામે આવી છે. હત્યા થાય એ પહેલા નરોડા પોલીસે હત્યારાને ઝડપી લઇને ભોગ બનનારનો જીવ બચાવી લીધો છે. અત્યાર સુધી આપણે ફિલ્મોમાં એવું જાેવામાં આવ્યું હોય છે કે, કોઈ પણ ઘટના બને તો પોલીસ મોડી પહોંચતી હોય છે, પરંતુ અમદાવાદમાં પોલીસ સમયસર પહોંચી જતા એક યુવકનો જીવ બચી ગયો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નરોડા પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન પેટ્રોલીંગમાં હતી. ત્યારે ૬ મેના રાતના સવા નવ વાગ્યા સમયે નરોડા નાના ચિલોડા રીંગરોડ સર્કલ પાસે આવેલા પેરામાઉન્ટ નામની નવી બનતી બિલ્ડીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે એક સફેદ કલરની ક્વીડ કાર અંધારામાં ઉભી હોવાથી પોલીસને શંકા જતા તેની પાસે રહેલી ટોર્ચથી ગાડી ચેક કરતા ગાડીમાં ડ્રાઈવર સીટ પર બેઠેલો યુવક તેની બાજુની સીટ પર બેઠેલા યુવકને દોરીથી ગળે ટૂંપો આપી હત્યા કરતો જાેવા મળ્યો હતો.
આ દ્રશ્ય જાેઈને પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મી ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક પોલીસે ગાડીનો દરવાજાે ખોલવાનો પ્રયાસ કરતા કાર અંદરથી લોક હતી. પોલીસે કારનો કાચ ખખડાવતા કારચાલકે દરવાજાે ખોલ્યો હતો. ત્યારે પોલીસે કારમાં અંદર જાેતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો યુવક બેભાન અવસ્થામાં હતો. તેના ગળા પર દોરી વીંટાળેલી હતી. પોલીસે તાત્કાલિક ડ્રાઈવિંગ સીટ પર ના યુવકને પકડી બેભાન યુવકને બચાવવા માટે ૧૦૮ને ફોન કરી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસે કારચાલકનું નામ પુછતાં તેનું નામ સંદિપ સુલતાન સિંગ જાટ હોવાનું જણાવ્યું હતું અને તેને અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપી સંદીપ જાટની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ તપાસતા આરોપી સંદીપ જાટને રામસ્વરૂપ જાંગીડ પાસેથી ૫ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા.
જે પૈસા તે ઘણા સમયથી ન આપતા અંતે તેણે આ પૈસા મામલે રામસ્વરૂપ જાંગીડ ઘરેથી કારમાં બેસાડી રીંગ રોડ પાસે અવાવરું જગ્યાએ લઈ ગયો અને ત્યાં મારામારી કરી દોરીથી ગળે ટૂંપો આપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, આ મામલે પોલીસે આરોપી સંદીપ જાટની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સમયસર પહોંચતા યુવકનો જીવ બચ્યો છે. ત્યારે પોલીસની આ કામગીરીને લઇને શહેરના ઉંચ્ચ પોલીસ અધિકારી પોલીસ કર્મીની પ્રશંસા કરી રહયા છે.