26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ. ત્યારે આ દિવસે અલગ અલગ સંસ્થાઓ અને કોલેજો અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરીને પોતાનું યોગદાન નોંધાવતા હોય છે.
એવામાં અમદાવાદની એસ.વી. આર્ટસ કૉલેજના ઍન.એસ.એસ. વિભાગ દ્વારા દત્તક ગામ ભવાનપુરા પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું.
બાળકોને ખુશ કરવા માટે ઇનામો આપવામાં આવ્યા
આ સાથે જ સ્ટેશનરીનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યાંના ગામના આગેવાનો તેમજ સરપંચશ્રી અને શાળાનાં આચાર્ય તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.