હાલમા રાજ્યમાં ફરીથી ગરમીનું જોર વધ્યું છે. બફારો થઈ રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગરમી થતાં પ્રદેશમાં ફરીથી ટાઢક થાય એવું લાગી રહ્યું છે. આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકશે એવું પણ લાગી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જો આજની જ વાત કરીએ તો આણંદ ,વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગામી 5 દિવસ સર્વત્રિક વરસાદની આગાહી કરતાં જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આજથી જ રાજ્યમાં વરસાદનું જોર વધશે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે.