શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ,કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ,ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંસ્થાપકશાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી ,સ્વામી ભક્તવત્સલદાસજી અને સ્વામી ભક્તિનંદનદાસજીના આશીર્વાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્લેસમેન્ટ ફેર માં કુલ 70થી વધુ ઓટોમોબાઇલ અને મિકેનિકલ ઇજનેરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .આ પ્લેસમેન્ટ ફેરમાં પાંચથી વધુ ગુજરાતની નામાંકિત કંપનીઓ દ્વારા ફાઈનલયરના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુસ અને પસંદગી પ્રક્રિયા કરી હતી .જેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી હતી.
આ પ્લેસમેન્ટ ફેર માં ફોર્ચ્યુન પ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ , ફોબસ માર્શલ લિમિટેડ ,વર્ધમાન હાઉસ વેર પ્રાઇવેટ લિમિટેડ જેવી નામાંકિત કંપનીઓ આ પ્લેસમેન્ટ ફેરમાં જોડાઈ હતી .સ્વામિનારાયણ યુનિવર્સિટી ,કલોલ ગાંધીનગર ની આસપાસ 5000 થી પણ વધુ વિવિધ ઇજનેરી શાખા સંલગ્ન ક્ષેત્રની કંપનીઓ આવેલી છે. સંસ્થા દ્વારા આ પ્રકારના પ્લેસમેન્ટ ફેર નું આયોજન ઈજનેરી ની દરેક શાખા માટે દર વર્ષે કરવામાં આવે છે જેથી ઉદ્યોગોની માંગ સંતોષાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીને રોજગારી પ્રાપ્ત થાય.
ઈદ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાની જ્વેલરી ખરીદશો તો થશે આટલો ફાયદો, જાણો તમારા ફાયદાની વાત
પ્લેસમેન્ટ ફેરમાં વધુમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી ઇજનેરી વિભાગના ડીન , ડો.વિજયકુમાર ગઢવી અને ડો.ગીતાંજલિ અમરાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે અમારા વિદ્યાર્થીઓને સો ટકા પ્લેસમેન્ટ નું સ્વપ્ન સંસ્થા દ્વારા પૂરું કરવા વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે MOU પણ કરવામાં આવેલ છે.આ સાથે સારા પેકેજ સાથે ઓફર લેટર મેળવનારા 50થી વધુ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.