Ahmedabad News: આજ રોજ તા.1712/2023 નાં રોજ ધી યંગ સ્ટાર હેન્ડિકેપ્ડ ગ્રુપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ દિવ્યાંગ જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 450 જેટલા યુવક તેમજ યુવતીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ માં ડૉ. કમલેશભાઈ ઉપાધ્યાય (પ્રદ્યાપક મેડિકલ વિભાગ અને બી. જે. મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ), શિલ્પાબેન પટેલ NRI USA, સુરેશ ભાઈ શ્રોફ (નાયબ મામલતદાર ), રાકેશભાઈ સૂર્યવંશી (મે. ટ્રસ્ટી ગ્લોબલ ઇન્ટર નેશનલ સ્કુલ મોરૈયા )ભીખાભાઇ મકવાણા (સંકલ્પભુમી બુદ્ધ વિહાર નંદાસણ )સરીતા બેન (જસરાજ આનંદ રીયલ એસ્ટેટ ), સતિષચંદ્ર રાઠોડ (મંત્રી શ્રી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ વેજલપુર અમદાવાદ ) જ્યંતિ વાઘ (લોક ગાયક )હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવેલ છે.
આ કાર્યક્રમ નિમિતે જ્યંતિ વાઘ દ્વારા લોક ગીત સુંદર કંઠે ગાઈ મોજ કરાવી સંસ્થાને અનુદાનની ટહેલ નાખી મદદરૂપ બનેલ હતાં. આ કાર્યક્રમ માં પસંદગી પામેલ દિવ્યાંગ યુગલ ને સ્મુર્તિ ચિન્હ મહેમાન ડૉ. કમલેશભાઈ ઉપાધ્યાય નાં હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતાં. સંસ્થાનાં પ્રમુખ પરેશભાઈ મકવાણા, મંત્રી દિનેશભાઇ જાદવ, પ્રોગ્રામ કન્વીનર જસવંત ભાઈ મકવાણા, તેમજ અન્ય કારોબારી કમિટી સભ્યો હરિકૃષ્ણ ચિતારા, દિલીપભાઈ પટેલ અને સીરખાન પઠાણની ભારે જહેમત બાદ કાર્યક્રમને સફળતા મળેલ છે.