મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. રાહુલ માત્ર 15 વર્ષનો હતો. ભારતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલ ફિલ્મ ‘છેલ્લો શો’ ના 15 વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી. મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રાહુલના પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે. રાહુલના પરિવારે સોમવારે તેમના વતન ગામ હાપામાં પ્રાર્થના સભા યોજી હતી. રાહુલના પિતા તેમના પુત્રના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. પોતાના પુત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું- તે ખૂબ જ ખુશ હતો અને ઘણીવાર મને કહેતો કે 14 ઓક્ટોબર (ફિલ્મની રિલીઝ ડેટ) પછી અમારી જિંદગી બદલાઈ જશે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ રાહુલનું નિધન થઈ ગયું છે. રાહુલના નિધનના સમાચારથી પરિવારની સાથે સાથે કરોડો ગુજરાતીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.
12 દિવસ પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશ્યલ એન્ટ્રી તરીકે ગુજરા ફિલ્મની પસંદગી કરી હતી. ફિલ્મ ‘છેલ્લો શો’ ડાયરેક્ટર યુએસ સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. જેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા છે અને તેની આસપાસ આ ફિલ્મની કહાની હશે. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે તમામ સ્ટોરીમાં ખૂબ મહત્વનો રોલ નિભાવશે. રાહુલને બ્લડ કેન્સર એટલે કે, લ્યુકેમિયા હોવાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂયમાં છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. શૂટ પૂર્ણ થયા પછી પરિવારને બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડો તાવ હતો અને દવા લેવા છતા તે વારંવાર બીમાર પડી રહ્યો હતો.
રાહુલના પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે. તેમણે ભારે હ્યદયે મીડિયાને જણાવ્યું હતુ કે, ‘રવિવારે તેણે નાસ્તો કર્યો અને પછી સખત તાવ આવ્યા પછી રાહુલને 3 વખત લોહીની ઉલટીઓ થઇ હતી. આ રીતે મેં મારું બાળક ગુમાવી દીધું. પરંતુ અમારો પરિવાર તેની અંતિમ શુદ્ધિકરણ વિધિ કર્યા પછી 14 ઓક્ટોબરના રોજ તેની ફિલ્મ એકસાથે જોઈશું.’ તેણે વધુમાં જણાવ્યું કે, રાહુલ 3 ભાઇ બહેનોમાં સૌથી મોટો હતો. અમે ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધુ જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રિક્ષા વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે શું કર્યુ છે, ત્યારે તેઓએ અમને રિક્ષા પરત અપાવી દીધી.